Rajkot: શાપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓને તાપણું ભારે પડ્યું!
- 2 કરાર આધારિત કર્મી ટર્મિનેટ, 2 કાયમી કર્મચારીને શો કોઝ નોટિસ
- તપાસનીશ અધિકારીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી
- આરોગ્ય કેન્દ્રમાં ઠંડીથી બચવા કરાયું હતું જોખમી તાપણું
Rajkotના શાપર આરોગ્ય કેન્દ્રમાં તાપણું ભારે પડ્યું છે. જેમાં 2 કરાર આધારિત કર્મચારીઓ ટર્મિનેટ, 2 કાયમી કર્મચારીને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તેમાં તપાસનીશ અધિકારીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રમાં ઠંડીથી બચવા જોખમી તાપણું કરાયું હતું. તેમાં ફાર્માસિસ્ટ સચિન તિવારીને તાકીદની અસરથી છૂટા કરી દેવાયા છે તથા લેબોરેટરી ટેકનિશિયન રાધિકા વાસાણીને પણ છૂટા કરી દેવાયા છે. કેમિકલ ભરેલા કેરબા પાસે તાપણું કરતા વીડિયો વાયરલ થયો હતો.
Rajkot માં સામુહિક આરોગ્ય કેન્દ્ર બન્યું ધર્મશાળા! | GujaratFirst
Shapar આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની ઘોર બેદરકારી
ઠંડીથી બચવા અન્યનો જીવ મુક્યો જોખમમાં
કર્મચારીઓ તાપણું કરતા હોય તેવો વીડિયો વાયરલ
લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં કર્યું તાપણું
આરોગ્ય કેન્દ્રમાં 15… pic.twitter.com/JtEgF2QWhd— Gujarat First (@GujaratFirst) December 29, 2024
જાણો શું હતો સમગ્ર મામલો:
Rajkotના શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) વિવાદમાં આવ્યું હતુ. જેમાં આરોગ્ય કેન્દ્ર (Health center) ના કર્મચારીઓએ ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુક્યો હતો. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફે તાપણું કર્યું હતુ. તેમાં શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વીડિયો (Video) સામે આવ્યો હતો. જેમાં લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં તાપણું કરતા ભયનો માહોલ સર્જાયો હતો.
આરોગ્ય કેન્દ્ર (Health center) નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેમજ દર્દીને દવાઓ લખીને જે અપાઈ છે તેના વિરુદ્ધની દવાઓ આપતા જાગૃત નાગરીકે વીડિયો (Video) બનાવ્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં 15 થી વધુ લોકો ઉપસ્થિત હતા ત્યારે આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું તેમાંથી અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યાં છે. ત્યારે શાપર આરોગ્ય કેન્દ્રની અંદર કરેલ તાપણાના મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. તેમજ આરોગ્યકર્મીઓએ પોતાનો અને લોકોનો જીવ જોખમમાં મૂકી આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કર્યું હતું. જેમાં અગ્નિકાંડને આમંત્રણ આપતા હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે.
આ પણ વાંચો: Vadodara: નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
લેબોરેટરીમાં જ આગનું તાપણું કરતા તે ઘટનાનો વીડિયો (Video) વાયરલ
ઉલ્લેખનીય છે કે શાપર ખાતે એસોસિએશને આપેલા કારખાનાના શેડમાં ચાલતા જિલ્લા પંચાયતના સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) માં ઠંડી ઉડાડવા નર્સિંગ સ્ટાફે લેબોરેટરીમાં જ આગનું તાપણું કરતા તે ઘટનાનો વીડિયો (Video) વાયરલ થતા ભારે ચકચાર મચી છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 150થી 200 દર્દી સારવાર માટે આવે છે ત્યારે તેમના જીવ જોખમમાં મુકાય તેવી રીતે લેબોરેટરીમાં તાપણું કરતો વીડિયો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ મુદ્દે જવાબદારોનો ખુલાસો પૂછવા કવાયત હાથ ધરી હતી. નવા બિલ્ડિંગનું છેલ્લા ત્રણેક વર્ષથી બાંધકામ ચાલુ હોય એસોસિએશન દ્વારા જિલ્લા પંચાયતને વિનામૂલ્યે સામુહિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા કારખાનાનો શેડ ફાળવવામાં આવ્યો છે અને તેમાં છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarat: 31stને લઈ પોલીસ એક્શન મોડમાં, દારૂડિયાઓને પકડવા ગજબની ટેકનિક અપનાવી