Amreli: લેટર કાંડ પીડિતા પાયલ ગોટીના ન્યાયનો મામલો બિચક્યો, પરેશ ધાનાણી ઉપવાસ કરશે
- નારી સ્વાભિમાનની લડાઈના પરેશ ધાનાણી ઉપવાસ કરશે
- સવારે 10 કલાકથી પરેશ ધાનાણી સહિતના રાજકીય નેતાઓ ઉપવાસ કરશે
- સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં 24 કલાકના ઉપવાસ થશે
Amreli: અમરેલીની પીડિતા પાયલ ગોટીના ન્યાયનો મામલો બિચક્યો છે. જેમાં પૂર્વ નેતા વિપક્ષ સાંજના 6 થી 8 સુધી કૌશિક વેકરીયાની જાહેર ચર્ચાના ચોરે રાહ જોઈ હતી. કૌશિક વેકરીયા ચર્ચાના ચોરે ના આવતા કોંગ્રેસના નેતાઓએ જાહેરમંચ પરથી પ્રહારો કર્યા હતા. જેમાં પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, જેની ઠુમ્મરના પોલીસ અને સરકાર સામે પ્રહારો છે. તેમજ આવતીકાલથી નારી સ્વાભિમાનની લડાઈના પરેશ ધાનાણી ઉપવાસ કરશે.
સવારે 10 કલાકથી પરેશ ધાનાણી સહિતના રાજકીય નેતાઓ ઉપવાસ કરશે
સવારે 10 કલાકથી પરેશ ધાનાણી સહિતના રાજકીય નેતાઓ ઉપવાસ કરશે. તેમજ સાંજના 6 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં 24 કલાકના ઉપવાસની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે. તેમજ પરેશ ધાનાણીએ મંચ પરથી જણાવ્યું હતુ કે મંચ ઉપર ચર્ચા થાય એના ઉપર ભાજપના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય તે સાબિત કરી દે આ મંચ ઉપરથી જાહેર જીવનની કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખેને કૌશિકભાઇ નહિ આવે તો મે વારંવાર કહ્યું છે ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો છે.
નાયબ દંડક Kaushik Vekariya રાજકામલ ચોકમાં આવો અને તમારા ઉપર ભાજપે લગાવેલા આરોપ ખોટા હોય તો ખુલ્લા મોઢે ચર્ચા કરીએ | GujaratFirst@ikaushikvekaria @PratapDudhatMla @JennyThummar @paresh_dhanani #pareshdhanani #bjp #congress #Amreli #Amrelilettr #GujaratFirst pic.twitter.com/aI0lhJvXKb
— Gujarat First (@GujaratFirst) January 8, 2025
પત્રના મુદ્દા પણ સાચા છે તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા: પરેશ ધાનાણી
પત્રના મુદ્દા પણ સાચા છે તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે. માત્ર ચપટી વગાળી સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની નિર્દોષ દીકરીને જેલમાં પુરાવી છે તેને અડધી રાતે ઘરેથી પોલીસ પાસે ઉપડાવી છે અને પાટે સુવડાવીને પટ્ટા માર્યા છે. એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડા કઢાવ્યો છે તેને અમરેલીના લોકો ગુજરાતના લોકો માફ નહિ કરે. આજ એક કલાક જેટલો સમય વિત્યો અને હજુ અડધો કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનનિય કૌશિકભાઇની રાહ જોવાની છે. જોકે કોઇ ભાજપના આગેવાન આવ્યા ન હતા અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Jamnagar: લોરેન્સ બિશ્નોઈ દ્રારા ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર યુવાન સામે પોલીસ ફરિયાદ થઇ