Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર

પોલીસે રીકન્સ્ટ્રક્શન કરવા આરોપીને લઈ જતા સમયે ઘટના બની
rajkot  વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ  ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર
Advertisement
  • ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતા દોડધામ
  • પોલીસે રીકન્સ્ટ્રક્શન કરવા આરોપીને લઈ જતા સમયે ઘટના બની
  • ટોળાને વિખેરવા પોલીસે છોડવા પડ્યા ટીયરગેસના શેલ

Rajkot: રાજકોટના વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ બની છે. જેમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર બન્યો છે. ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાતા દોડધામ મચી છે. તેમાં પોલીસે રીકન્સ્ટ્રક્શન કરવા આરોપીને લઈ જતા સમયે ઘટના બની હતી. જેમાં ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા છે. ઘટનામાં સ્થાનિક યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યા થઇ હતી તેમાં પોલીસ આરોપીને હત્યાના સ્થળે લઈ ગઈ તે સમયે ઘટના બની છે.

Advertisement

સાત આરોપીમાંથી છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા

વિછીયા થોરીયાળી હત્યાકાંડ મામલે વિછીયા પોલીસ દ્વારા સાત આરોપીમાંથી છ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાં પકડાયેલા છ આરોપીને વિછીયા પોલીસ દ્વારા હત્યાના ઘટના સ્થળ પર રીકન્ટ્રક્શન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. તેમાં કોળી સમાજના આગેવાન દ્વારા પોલીસને કહ્યું કે આ લોકોનો વરઘોડો કાઢો અને સરભરા કરો પરંતુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેથી કરી પોલીસે સમય સૂચકતા વાપરી તમામ આરોપીઓને વિછીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં લોકોના ટોળા ઉમટી પડતા પોલીસે ટોળાને વિખેરવા માટે સૂચન કર્યું હતુ. પરંતુ ટોળાએ વિછીયા પોલીસ સ્ટેશન પર પથ્થર મારો કરતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના આંસુ સેલ છોડ્યા તેમજ લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં હાલ વિંછીયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

Advertisement

રાજકોટ કલેકટર દ્વારા વિછીયામાં કલમ 144 લગાડવામાં આવી

રાજકોટ કલેકટર દ્વારા વિછીયામાં કલમ 144 લગાડવામાં આવી છે. ચાર વ્યક્તિ કરતાં વધારે લોકો ભેગા ના થઈ શકે તેમજ વાતાવરણ તંગ ના બને તેને જોતા પોલીસે વિછીયાના મુખ્ય માર્ગો પર તેમજ કોળી સમાજના આગેવાનોના ઘર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ મુકેશ રાજપરા ગુજરાત કોળી વિકાસ સંગઠન પ્રમુખ છે તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Chhota Udepur: ગ્રામજનો દ્વારા તરગોળ પ્રાથમિક શાળાને કરવામાં આવી તાળાબંધી

Tags :
Advertisement

.

×