Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : વધુ એક લંપટ સ્વામીની શર્મનાક કરતૂત! સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો Video વાઇરલ!

આ કથિત વાઇરલ વીડિયોમાં સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળે છે.
rajkot   વધુ એક લંપટ સ્વામીની શર્મનાક કરતૂત  સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો video વાઇરલ
Advertisement
  1. Rajkot માં વધુ એક લંપટ સ્વામીનો વીડિયો સામે આવતા ચકચાર!
  2. સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવતા વધુ એક વીડિયો આવ્યો સામે
  3. ધોરાજી ખાતેનાં ફરેણી ગુરુકુળનાં ખજાનચીનો વીડિયો હોવાનાં અનુમાન
  4. સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા લાઈવ વીડિયો વાઇરલ થતાં ચકચાર

Rajkot : સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવતો વધુ એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વાઇરલ વીડિયો રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં ફરેણી ગુરુકુળનાં (Fareni Gurukul Dhoraji) ખજાનચી હરિચરણ સ્વામીનો હોવાના પ્રાથમિક અહેવાલ છે. આ કથિત વાઇરલ વીડિયોમાં સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળે છે. આશરે 10 મહિના પહેલાનો આ કથિત વાઇરલ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. સ્વામી હરિચરણ (Haricharan Swami Viral Video) હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત હોવાનાં અહેવાલ છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ કથિત વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Bharuch : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ત્રિપલ અકસ્માતની ઘટના, 2 નાં મોત!

Advertisement

Advertisement

ભગવધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સ્વામીનો વીડિયો વાઇરલ!

રાજકોટમાં (Rajkot) વધુ એક લંટપ સ્વામીનું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં ફરેણી ગુરુકુળને લાંછન લગાવતા સ્વામીનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ કથિત વાઇરલ વીડિયો આશરે 10 મહિના પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. જે તે સમયે કથિત વાઇરલ વીડિયો અને સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો હોવાની પણ ચર્ચા છે. આ કથિત વાઇરલ વીડિયો ધોરાજીનાં ફરેણી ગુરુકુળનાં ખજાનચી હરિચરણ સ્વામીનો (Haricharan Swami Viral Video) હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. સ્વામી અન્ય યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો કથિત વીડિયો વાઇરલ થતા ઊહાપોહ મચી ગયો છે.

આ પણ વાંચો - Amreli : નરાધમ શિક્ષકે 2 બાળકીને બનાવી હવસનો શિકાર! નેતાઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?

સ્વામી હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત હોવાનાં અહેવાલ

સ્વામી હરિચરણ હાલમાં પણ ગુરુકુળમાં કાર્યરત હોવાનાં અહેવાલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને (Swaminarayan sect) લાંછન લગાવતો આ વીડિયો સામે આવતા સવાલ થઈ રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવિધ ફિરકાઓમાં જ શા માટે આવી ઘટનાઓ બને છે ? અગાઉ પણ આવા લંપટ સ્વામીઓનાં કારણે સંપ્રદાય શર્મસાર થયું હતું, ત્યારે આવા લંપટ અને વિકૃત માનસિકતા ધરાવતા સ્વમીઓ સામે કેમ કડક કાર્યવાહી થતી નથી ? જો કે, આ કથિત વાઇરલ વીડિયો સામે આવતા હવે આ મામલે શું પગલાં અને કાર્યવાહી થશે તેનાં પર સૌની નજર છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ કથિત વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Ahmedabad: ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ આજથી શરૂ, ખોટા ફોર્મ ભરશો તો થશે કાર્યવાહી

Tags :
Advertisement

.

×