Rajkot: પિતા રાત્રે દીકરાને સાથે લઈ ગયા અને મૃત હાલતમાં લાવ્યા, પરિવારજનો લગાવ્યો ગંભીર આરોપ
- Rajkot: પારેવડામાં પિતાના હાથે પુત્રની હત્યાની આશંકા
- મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો
- 5 વર્ષના બાળકની પિતાએ હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ
Rajkot: રાજકોટના પારેવડામાં પિતાના હાથે પુત્રની હત્યાની આશંકા છે. મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. જેમાં 5 વર્ષના બાળકની પિતાએ હત્યા કરી હોવાનો પરિવારજનોનો આરોપ છે. વિજય વાળા અવારનવાર પત્ની અને માતા સાથે ઝગડો કરતો હતો. જેમાં પરિવારજનો દ્વારા અનેક વખત પોલીસ ફરિયાદ પણ કરાઈ છે. જેમાં બે દિવસ પહેલા આવીને ધમકી દઈ ગયો હતો કે તારા દીકરાને મારી નાખીશ.
ગત રાત્રે દીકરાને તેની સાથે લઈ ગયોને મૃત હાલતમાં લાવ્યો
ગત રાત્રે દીકરાને તેની સાથે લઈ ગયોને મૃત હાલતમાં લાવ્યો હતો. ત્યારે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પારેવાળા ગામ ખાતે પાંચ વર્ષીય માસૂમ ઉમેશ વાળાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૃતક ઉમેશની માતા સહિતના પરિવારજનો દ્વારા ઉમેશની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ પુત્ર સાથે જે કંઈ પણ ઘટના બની છે તેના માટે તેના પિતા વિજય વાળા જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આરોપી પત્ની સહિતના પરિવારજનો સાથે મારકૂટ કરતો
આરોપી વિજય વાળા દારૂ પીને અવારનવાર પત્ની સહિતના પરિવારજનો સાથે મારકૂટ કરતો હતો. તેમજ બે દિવસ પૂર્વે તેણે પોતાના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી હાલ દીકરાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે અને હત્યારો પણ અન્ય કોઈ નહીં પણ તેનો સગો બાપ હોય તેવા આરોપો ઉઠી રહ્યા છે.
પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સામે આવશે
હાલ સમગ્ર બનાવ સંદર્ભે ભાડલા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો લઇ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ ભાડલા પોલીસે મૃતક ઉમેશની લાશનો કબજો મેળવી તેને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખાતે ખસેડી છે. તથા ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ બાળકનું કયા કારણોસર મૃત્યુ થયું તે અંગે સ્પષ્ટ કારણ સામે આવી શકે તેમ છે.
આ પણ વાંચો: Rajkot ની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત આવી વિવાદમાં, પોસ્ટમોર્ટમ વિના બાળકનો મૃતદેહ સોંપ્યો!


