ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપના આ બે ધારાસભ્યો એકબીજાના પાડોશી છે, સોસાયટીમાં રહે છે અનેક મોટામાથા

બંને MLA સિવાય અનેક આગેવાનો પણ અહીં રહે છેસોસાયટીમાં રહેતા લોકો પણ ગર્વ અનુભવે છેરાજકોટમાં આ સોસાયટીનો દબદબોવિધાનસભાની (Gujarat Assembly Polls) ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે મતદારોએ પોતાના મતવિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટી લીધા છે. જોકે આજે અમે કોઈ મત વિસ્તાર નથી પરંતુ એવી એક સોસાયટીની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં એક ગલીમાં રહે છે બે ધારાસભ્યો, ભાજપના આ બે ધારાસભ્યો છે એક બીજાના પાડોશી. રાજકોટની શ્રી રા
11:02 AM Dec 11, 2022 IST | Vipul Pandya
બંને MLA સિવાય અનેક આગેવાનો પણ અહીં રહે છેસોસાયટીમાં રહેતા લોકો પણ ગર્વ અનુભવે છેરાજકોટમાં આ સોસાયટીનો દબદબોવિધાનસભાની (Gujarat Assembly Polls) ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે મતદારોએ પોતાના મતવિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટી લીધા છે. જોકે આજે અમે કોઈ મત વિસ્તાર નથી પરંતુ એવી એક સોસાયટીની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં એક ગલીમાં રહે છે બે ધારાસભ્યો, ભાજપના આ બે ધારાસભ્યો છે એક બીજાના પાડોશી. રાજકોટની શ્રી રા
  • બંને MLA સિવાય અનેક આગેવાનો પણ અહીં રહે છે
  • સોસાયટીમાં રહેતા લોકો પણ ગર્વ અનુભવે છે
  • રાજકોટમાં આ સોસાયટીનો દબદબો
વિધાનસભાની (Gujarat Assembly Polls) ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે મતદારોએ પોતાના મતવિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટી લીધા છે. જોકે આજે અમે કોઈ મત વિસ્તાર નથી પરંતુ એવી એક સોસાયટીની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં એક ગલીમાં રહે છે બે ધારાસભ્યો, ભાજપના આ બે ધારાસભ્યો છે એક બીજાના પાડોશી. રાજકોટની શ્રી રાજ રેસિડેન્સીમાં  રાજકોટ દક્ષિણના (Rajkot South) ધારાસભ્ય રમેશ ટીલાળા (Ramesh Tilala) અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia) એક જ શેરી માં રહે છે.
ભાજપના પાડોશી ધારાસભ્યો
રાજકોટ (Rajkot) અને સૌરાષ્ટ્રમાં અનેક એવા વિસ્તારો અને સોસાયટીઓ હશે કે જ્યાં મોટા પ્રમાણમાં ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો રહેતા હશે. પરંતુ કદાચ આ ગુજરાતનો પ્રથમ કિસ્સો હશે કે જેમાં એક જ શેરીમાં બે ધારાસભ્યો વસવાટ કરે છે. રાજકોટ વિધાનસભા દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા ((Ramesh Tilala) અને જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia) બંને રાજકોટની શ્રી રાજ રેસીડેન્સીની એક જ શેરીમાં વસવાટ કરે છે. આમ તો આ સોસાયટી રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક અગ્રણીઓ માટે જાણીતી છે. પરંતુ હવે આ સોસાયટીમાં વધુ એક ઇતિહાસ નોંધાઈ ચૂક્યો છે.
અનેક મોટામાથાનું ઘર
રાજકોટની (Rajkot) શ્રી રાજ રેસીડેન્સીમાં (Shree Raj Residency) આ બંને ધારાસભ્યો સિવાય અનેક રાજકીય અને સામાજિક અગ્રણી ઉપરાંત ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા, તેમજ બિલ્ડર એસોસિયેશન અગ્રણી પરેશ ગજેરા જેવા અનેક નામી હસ્તીઓ આ સોસાયટીમાં વસવાટ કરે છે અને હવે તો આ સોસાયટીનો વિધાનસભામાં પણ દબદબો જોવા મળશે.
સોસાયટીના લોકો ગર્વ લે છે
આ સોસાયટીમાં રહેતા લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે એક જ સોસાયટીમાંથી બે ધારાસભ્ય (MLA) ચૂંટાઈને આવ્યા એ આ વિસ્તારના લોકો માટે એક ગર્વની ક્ષણ છે અને એટલા જ માટે આ વિસ્તારના અને બંને ધારાસભ્યોના પાડોશીઓ સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે વાતચીત કરી હતી ત્યારે તેઓ પણ આ બાબતનું ગર્વ લઈ રહ્યા હતા અને આ બંને ધારાસભ્યો મંત્રી બને એવું પણ ઈચ્છી રહ્યા હતા.
રાજકોટમાં આ સોસાયટીનું રાજ
સાપર વેરાવળ એસોસિયેશનના પ્રમુખ અને રાજકોટની વિધાનસભા દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ (Ramesh Tilala) જ આ સોસાયટીનું નિર્માણ કરેલું છે અને ચાહે રાજકોટનું ઉદ્યોગ જગત હોય રાજકારણ હોય કે સામાજિક સંસ્થાઓ હોય તમામ જગ્યાએ આ સોસાયટીનો દબદબો છે અને એટલા જ માટે એવું કહેવામાં આવે છે કે રાજકોટમાં શ્રી રાજ રેસીડેન્સીનું રાજ છે.
આ પણ વાંચો - વાહન ચાલકને RTOનો મેમો મળતા અને ધ્રૂસકે અને ધ્રૂસકે રડી પડ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPGujaratGujaratFirstGujaratiNewsJayeshRadadiaRAJKOTRameshTilala
Next Article