Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

TRP Game Zone કાંડ બાદ મોટી કાર્યવાહી: મનસુખ સાગઠીયાની પત્ની-પુત્રોના ખાતામાં 5.57 કરોડ!

TRP Game Zone Fire: રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયા (Mansukh Sagathiya) વિરુદ્ધ EDએ ₹24.31 કરોડની અપ્રમાણસર મિલકત મામલે પૂરક ફરિયાદ દાખલ કરી છે. તપાસમાં તેમના પરિવારના નામે ₹5.57 કરોડના બેંક વ્યવહારો અને 15 રિકરિંગ ડિપોઝિટ મળી આવી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP Game Zone) બાદ શરૂ થયેલી આ તપાસમાં સાગઠીયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
trp game zone કાંડ બાદ મોટી કાર્યવાહી  મનસુખ સાગઠીયાની પત્ની પુત્રોના ખાતામાં 5 57 કરોડ
Advertisement
  • TRP Game Zone: રાજકોટ મનપાના પૂર્વ TPO સામે ED ની પૂરક ફરિયાદ
  • પૂર્વ TPO મનસુખ સાગઠીયા વિરુદ્ધ EDની પૂરક ફરિયાદ
  • સાગઠીયાની અપ્રમાણસર મિલકતનો આંક 24.31 કરોડે પહોંચ્યો
  • TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સાગઠીયાની મુશ્કેલી વધી
  • પત્ની અને પુત્રોના ખાતામાં 5.57 કરોડ જમા મળ્યા
  • પરિવારના સભ્યોના નામે 15 જેટલી રિકરિંગ ડિપોઝિટ
  • બેંક ખાતામાં 82.87 લાખ રૂપિયા શંકાસ્પદ રીતે જમા
  • અગાઉ ED દ્વારા 22.71 લાખની મિલકતો કરાઈ હતી જપ્ત
  • વર્ષ 2025માં સાગઠીયા સામે EDએ નોંધી હતી ફરિયાદ

TRP Game Zone ED Case: રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation - RMC) ના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (Town Planning Officer - TPO) મનસુખ સાગઠીયા (Mansukh Sagathiya) સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED) એ ગાળિયો વધુ મજબૂત કર્યો છે. વર્ષ 2025માં નોંધાયેલી ફરિયાદ બાદ, હવે ED દ્વારા આ કેસમાં પૂરક ફરિયાદ (Supplementary Complaint) દાખલ કરવામાં આવી છે. આ તપાસમાં સાગઠીયાની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) નો આંકડો ચોંકાવનારી રીતે વધીને ₹24.31 કરોડ પર પહોંચી ગયો છે.

પરિવારના સભ્યોના નામે કરોડોનું રોકાણ

EDની તપાસમાં બહાર આવ્યું છે કે મનસુખ સાગઠીયાએ પોતાની કાળી કમાણી પરિવારના સભ્યોના નામે ડાયવર્ટ કરી હતી. તપાસ દરમિયાન સાગઠીયાની પત્ની અને પુત્રોના બેંક ખાતામાં અંદાજે ₹5.57 કરોડ જેટલી માતબર રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પરિવારના સભ્યોના નામે 15 જેટલી રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposits) પણ મળી આવી છે, જે ભ્રષ્ટાચારના નાણાં છુપાવવાનો એક માર્ગ હોવાનું મનાય છે.

Advertisement

બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો

સાગઠીયાના વિવિધ બેંક ખાતાઓમાં ₹82.87 લાખ રૂપિયા શંકાસ્પદ રીતે જમા કરવામાં આવ્યા હતા, જેની પાસે કોઈ કાયદેસરની આવકનો સ્ત્રોત જણાતો નથી. ઉલ્લેખનીય છે કે અગાઉની કાર્યવાહીમાં ED દ્વારા ₹22.71 લાખની મિલકતો ઓલરેડી જપ્ત (Seized) કરવામાં આવી હતી. રાજકોટના કુખ્યાત TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP Game Zone Fire Incident) બાદ સાગઠીયાની કુંડળી ખુલવાની શરૂઆત થઈ હતી, જેમાં તેની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યા હતા.

Advertisement

હાલમાં ED આ તમામ મિલકતો અને બેંક ટ્રાન્ઝેક્શનના મૂળ સુધી પહોંચવા માટે પૂરક ફરિયાદના આધારે વધુ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મિલકતો ટાંચમાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: Rajkot : ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગેલી આગની ઘટનાને પગલે તંત્ર એકશનમાં, ફાયર NOC નહી હોય તો થશે કડક કાર્યવાહી

Tags :
Advertisement

.

×