Rajkot: છોડમાં રણછોડ નાદ સાથે દિકરીની સગાઈમાં આવતા દરેક મહેમાનના નામે એક વૃક્ષનો ઉછેર કરાશે
- સમગ્ર લોકો માટે આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે
- રાજકોટમાં ખાસ નાથદ્વારાથી ધજા આવી રહી છે
- મહેમાનો આવશે તે મહેમાનોના નામે એક ઝાડનો ઉછેર કરવા માટે સંકલ્પ
Rajkot: રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી નામ આવે એટલે સેવાભાવી, દાનવીર, શબ્દો બોલાય પણ તેમની લાડકી દિકરીની સગાઈના પ્રસંગ પહેલા મૌલેશભાઈ દ્વારા ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ મનોરથમાં નાથદ્વારાથી ચાર્ટરપ્લેન દ્વારા ધજા લાવવામાં આવનાર છે અને ધજા આરોહણનો લાભ સમગ્ર રાજકોટવાસીઓ લઈ શકશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઇશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભુ કરવામાં આવ્યુ છે જ્યાં આ ભવ્ય મનોરથનું આયોજન યોજાશે.
મહેમાનો આવશે તે મહેમાનોના નામે એક ઝાડનો ઉછેર કરવા માટે સંકલ્પ
મૌલેશભાઈની દિકરીની સગાઈ આગામી 11 તારીખે યોજાશે. ત્યારે આ સગાઈમાં જે પણ મહેમાનો આવશે તે મહેમાનોના નામે એક ઝાડનો ઉછેર કરવા માટે સંકલ્પ કર્યો છે. મૌલેશ ઉકાણી બાન લેબના મેનેજીંગ ડિરેક્ટર અને ઉમિયાધામ સિદસરના ચેરમેન પણ છે. મૌલેશભાઈએ કહ્યું કે આગામી 7-8 અને 9 તારીખે રાજકોટમાં ખાસ નાથદ્વારાથી ધજા આવી રહી છે. જેનું આરોહણ રાજકોટમાં થશે. સમગ્ર લોકો માટે આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે. આગામી 11 તારીખે મૌલેશભાઈની દિકરીની સગાઈ છે જેમાં 5 હજાર જેટલા આમંત્રિત મહેમાનો હાજરી આપશે.
દરેક વૃક્ષ તે મહેમાનનું નામ લખવામાં આવશે
આ સગાઈમાં જે પણ મહેમાનો આવશે તે દરેક મહેમાનના નામનું એક ઝાડ વાવવા નો સંકલ્પ કર્યો છે. દરેક વૃક્ષ તે મહેમાનનું નામ લખવામાં આવશે. આ સાથે જ જે મહેમાનના નામનું ઝાડ વાવવામાં આવ્યું હશે તે મહેમાનને દર 3 મહિને ઝાડ કેવડુ થયું છે અને કેવુ છે તેની માહિતી મોકલવા નિણર્ય કર્યો છે. મૌલેશભાઈના જણાવ્યા અનુસાર ઘરમાં સારા-નરસા પ્રસંગ તો ઘણા આવે છે. આવા પ્રસંગોમાં એક ઝાડ વાવવામાં આવે તો પર્યાવરણને આપણે બચાવી શકીએ છીએ જો ગુજરાતમાં દરેક લોકો આવું વિચારે તો એક વર્ષમાં 25 કરોડ ઝાડ આપણે વાવી શકીએ અને આગામી 5 વર્ષમાં 125 કરોડ ઝાડ વાવીને ગુજરાતને નંદનવન બનાવ તા કોઈજ રોકી ના શકે.
આ પણ વાંચો: Surat: ડાયમંડ સિટીમાં તરખાટ મચાવનાર ગેંગને પકડવામાં પોલીસને મળી સફળતા
5000 જેટલા વૃક્ષો વાવી તેના ઉછેર કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારી
મૌલેશભાઈના કહેવા મુજબ આતો એક નાનકડી શરૂઆત કરી અને લોકોને ઝાડ વાવવા માટે આહવાન કરી રહ્યાં છીએ. હંમેશા સામાજિક ઉત્થાનની પ્રેરણા આપતા સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે તત્પર રહેતા મૌલેશભાઈ ઉકાણીએ દીકરીની સગાઈ પ્રસંગમાં સાચા અર્થમાં યાદગાર બનાવી છોડમાં રણછોડના સાક્ષાત્કાર થકી આશરે 5000 જેટલા વૃક્ષો વાવી તેના ઉછેર કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારી છે.
અહેવાલ: રહિમ લાખાણી, રાજકોટ
આ પણ વાંચો: Gujarat: 108 એમ્બ્યુલન્સમાં રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો બન્યો, માત-બાળકને બચાવ્યા