Upleta BJP ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયા પક્ષમાંથી સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો
- ઉપલેટા (Upleta) પંથકમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો
- તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયા 6 વર્ષ માટે સસ્પેન્ડ
- પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી
- મોટી પાનેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભર્યું હતું ફોર્મ
- જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ સસ્પેન્શનનો પત્ર કર્યો જાહેર
Upleta BJP: રાજકોટ (Rajkot) જિલ્લાના ઉપલેટા (Upleta) પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ (BJP) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયા (Gitaben Kathiriya) ને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Upleta ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયા 6 વર્ષ માટે સસ્પેન્ડ
મળતી વિગતો મુજબ, ગીતાબેન કથીરીયાએ પક્ષના વ્હીપ (Whip) વિરુદ્ધ જઈને મોટી પાનેલી (Moti Paneli) જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ (Congress) ના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના હોદ્દેદાર હોવા છતાં વિરોધ પક્ષમાંથી ફોર્મ ભરતા પક્ષની શિસ્તનો ભંગ થયો હોવાનું માલૂમ પડ્યું હતું. આ શિસ્તભંગના ગંભીર પગલાં રૂપે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા (Alpeshbhai Dholariya) એ સસ્પેન્શનનો પત્ર જાહેર કર્યો છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતા સામે કડક એક્શન
આ કાર્યવાહી અંતર્ગત ગીતાબેન કથીરીયાને ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્યપદ (Primary and Active Membership) સહિતના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપના આકરા વલણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.
આ પણ વાંચો: Rajkot News: ભાજપ નેતા પણ જોતા રહી ગયા! માજીએ ચૂંટણી પ્રચારમાં PM Modi માટે શું કહ્યું?


