Padvala Illegal House Demolition: પડવલામાં પોલીસનું બુલડોઝર ફર્યું, અલીમામદ શેઠાનું 1 કરોડનું ગેરકાયદે મકાન જમીનદોસ્ત
- Padvala Illegal House Demolition: પડવલામાં પોલીસની કાર્યવાહી
- અલીમામદ શેઠાનું 1 કરોડનું ગેરકાયદેસર આલીશાન મકાન જમીનદોસ્ત
- ઉપલેટાના પડવલા ગામે સરકારી જમીન પર બનેલું 1 કરોડનું ગેરકાયદે મકાન જમીનદોસ્ત
- ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રીઢા ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી
- મુખ્ય આરોપી અલીમામદ શેઠા સામે 13 ગંભીર ગુનાઓમાં છે કુખ્યાત
Padvala Illegal House Demolition: Rajkot જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકાના પડવલા ગામમાં એક રીઢા ગુનેગાર વિરુદ્ધ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અલીમામદ શેઠાએ સરકારી જમીન (Government Land) પર ગેરકાયદેસર રીતે મકાન બનાવ્યું હતું. આશરે 1 કરોડ રૂપિયાની કિંમતના આ આલીશાન મકાન પર આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. ખાસ ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાર્યવાહીમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના અહેવાલની મોટી અસર જોવા મળી રહી છે. ચેનલ પર અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્રએ હરકતમાં આવીને આ કડક ઓપરેશન (Operation) પાર પાડ્યું છે.
જીવલેણ હુમલા બાદ તંત્રની કડક કાર્યવાહી
ગત 30 માર્ચ 2026 ના રોજ પડવલા ગામે ફરિયાદી દીપેનભાઈ માકડીયા પર એક ઘાતકી હુમલો (Deadly Attack) થયો હતો. આરોપીઓએ જૂની અદાવત રાખીને ફરિયાદી પર થાર કાર (Thar Car) ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બેઝબોલના ધોકા અને પાઈપ વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ગુનામાં ભાયાવદર પોલીસ (Bhayavadar Police) સ્ટેશને તપાસ હાથ ધરીને નોમાન ઉર્ફે ધારાગઢી, અલ્તાફ ઉર્ફે અફલો અને અયાન સહિતના આરોપીઓની ધરપકડ (Arrest) કરી હતી. આ કેસનો મુખ્ય સૂત્રધાર અલીમામદ શેઠા હાલ પોલીસ પકડથી દૂર છે.
Rajkot Demolition: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું
કુખ્યાત આરોપીનું મકાન તોડી પડાયું
ભાયાવદરના કુખ્યાત આરોપીનું આલીશાન મકાન તોડી પડાયું
કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાનું મકાન તોડી પડાયું
ફરાર આરોપી વિરુદ્ધ 13 જેટલા ગુનાઓ નોંધાઇ ચૂક્યા
જિલ્લા પોલીસવડા… pic.twitter.com/2ckDsX2Wjv— Gujarat First (@GujaratFirst) May 1, 2026
આ પણ વાંચો---- Unjha માં મા ઉમિયાની 8 કિમી લાંબી ભવ્ય નગરયાત્રા, 165 ઝાંખીઓએ જમાવ્યું આકર્ષણ
સરકારી જમીન પરનું દબાણ તોડી પડાયું
તપાસ દરમિયાન સામે આવ્યું કે ફરાર આરોપી અલીમામદ શેઠાએ સરકારી જગ્યા પર અંદાજે 300 ચોરસ વાર વિસ્તારમાં મકાન તાણી બાંધ્યું હતું. ગ્રામ પંચાયતે (Gram Panchayat) અગાઉ 3 વખત નોટિસ (Notice) આપી હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું ન હતું. અંતે મામલતદાર (Mamlatdar), તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ તંત્રએ સાથે મળીને ભારે બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન (Demolition) કર્યું હતું. આ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ કાર્યવાહીને પગલે પડવલાના ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો---- Molestation Case Surat: સુરતમાં છેડતી કરનારની જાહેરમાં ધોલાઈ, રણચંડી બનેલી નારીઓનો વીડિયો વાયરલ


