UP ના રાજ્યપાલ Anandiben Patel પરિવાર સાથે Khodaldham પહોંચ્યા, મા ખોડલની કરી પૂજા-અર્ચના
- ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Anandiben Patel કાગવડની મુલાકાતે
- આનંદીબેન પટેલ અને અનારબેન પટેલે કાગવડ ખોડલધામમાં કર્યા દર્શન
- ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા આનંદીબેન પટેલનું કરાયું અભિવાદન
- આનંદીબેન પટેલે ખોડલધામમાં ભક્તિભાવ સાથે કરી પૂજા-અર્ચના
Anandiben Patel Khodaldham Visit: રાજકોટના કાગવડ સ્થિત પ્રસિદ્ધ ખોડલધામ (Khodaldham) મંદિર ખાતે આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ (Governor) અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel) સપરિવાર દર્શનાર્થે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે દીકરી અનારબેન પટેલ અને પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી Anandiben Patel સપરિવાર ખોડલધામના શરણે
ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ જીતુભાઈ વસોયા, ગોપાલભાઈ રૂપાપરા, હસુભાઈ લુણાગરિયા, મનોજભાઈ સાકરીયા, વૃંદાવનભાઈ અકબરી, અશોકભાઈ પટેલ, બાવકુભાઈ ઉંધાણ અને રમેશભાઈ મેંદપરાની ખાસ ઉપસ્થિતિમાં રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત (Welcome) કરવામાં આવ્યું હતું.
યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ કાગવડની મુલાકાતે
રાજ્યપાલ આનંદીબેન પટેલે ખોડલધામમાં કર્યા દર્શન
પુત્રી અનારબેન અને પરિવાર સાથે મા ખોડલના આશીર્વાદ લીધા
ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા આનંદીબેન પટેલનું ભવ્ય સ્વાગત
આનંદીબેન પટેલ પરિવાર સાથે ચઢાવશે ભક્તિભાવે ધ્વજા
ખોડલધામમાં આનંદીબેન પટેલે… pic.twitter.com/GJ4I7XwXJD— Gujarat First (@GujaratFirst) April 25, 2026
આનંદીબેન પટેલ ખોડલધામમાં ધ્વજારોહણ કરશે
આનંદીબેન પટેલ અને તેમનો પરિવાર ભક્તિભાવ પૂર્વક માતાજીની ધ્વજાનું પૂજન કરી મંદિરના શિખર પર ધ્વજા ચડાવશે. આ ધાર્મિક કાર્યક્રમને લઈને ખોડલધામ પરિસરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Mehsana માં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા


