Rajkot : ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની હાલત જર્જરિત બસ સ્ટેન્ડ જેવી!
- Rajkot ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની ખસ્તા હાલતનો વીડિયો વાઇરલ
- ઈન્ટરનેશનલ એરપોર્ટની હાલત જર્જરિત બસ સ્ટેન્ડ જેવી હોય તેવા દ્રશ્યો!
- એરપોર્ટની અંદર જોવા મળે છે શ્વાનના ધામા
- અનેક શ્વાન એરપોર્ટની અંદર ફરમાવે છે આરામ!
- એરપોર્ટની હાલત જોઈ દેશ-વિદેશનાં મુસાફરો હેરાન!
Rajkot : રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી તે કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર એરપોર્ટને લઈ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની (Rajkot Greenfield International Airport) ખસ્તા હાલતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં એરપોર્ટમાં શ્વાનનાં ધામા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાથી નિર્મિત રાજકોટની ઓળખ સમા આ એરપોર્ટની હાલત જાણે જર્જરિત બસ સ્ટેન્ડ જેવી થઈ હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો - Ambaji ના અંબા મહેલમાં શૂટ થયેલું ગીત અલબેલી મતવાલી મૈયા Grammy Award ની રેસમાં
Rajkot ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો વીડિયો વાઇરલ
રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો (Rajkot Greenfield International Airport) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં એરપોર્ટની અંદર અનેક શ્વાન આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. એરપોર્ટની અંદર શ્વાનને જોઈ દેશ-વિદેશનાં મુસાફરો પણ આશ્ચર્ય પામે છે. સોશિયલ મીડિયા પર રાજકોટ એરપોર્ટનો આ વીડિયો વાઇરલ થતા ચર્ચા, કટાક્ષ અને ટીકાઓનો દોર શરૂ થયો છે. કેટલાક એ તો કહ્યું કે, રેન્કિંગ માટે 3 લાખનું આંધણ પણ સુવિધાઓમાં મીંડુ!
આ પણ વાંચો - નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા : ગુજરાતમાં 72 કલાકમાં ભારે વરસાદની આગાહી
એરપોર્ટ પર સુવિધાઓને લઈ અગાઉ પણ ઊઠ્યા છે સવાલ!
એવા પણ અહેવા છે કે રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાંબા સમયથી આધુનિક સિડી (Escalator) પણ બંધ હાલતમાં છે. એરપોર્ટ પર સુવિધાઓને લઈ અગાઉ પણ નાગરિકો અને કેટલાક સેલિબ્રિટીઝ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી (Rajkot Airport Authority) લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સુવિધાઓ નામ માત્ર હોય તેમ પણ મુસાફરોએ જણાવ્યું હતું. જો કે, હવે એરપોર્ટમાં શ્વાનનો વીડિયો સામે આવતા એરપોર્ટ ઓથોરિટી કામગીરી સામે ફરી એકવાર સવાલો થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Amit Shah નો ગુજરાત પ્રવાસ : 50,000 ખેડૂતો સાથે રાજકોટમાં મહાસંમેલન