Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સૌરાષ્ટ્રમાં દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત, વાંચો અહેવાલ

Rajkot:વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 04 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 04 રૂમ, નર્સરી વગેરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
rajkot  સૌરાષ્ટ્રમાં દાદાનું બુલડોઝર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત  વાંચો અહેવાલ
Advertisement
  1. દરિયા કાંઠે ઉપરાંત શહેરમાં પણ દબાણ હટાવ કમગીરી યથાવત
  2. આશરે રૂપિયા 40 કરોડની સરકારી જમીન ૫રથી દબાણ દૂર કરાયું
  3. સરકારી ૫ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Rajkot: રાજકોટ શહેરના મોરબી રોડ ૫ર ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇવે ઉ૫ર આવેલ રેવન્યુ સર્વે નંબર 75 પૈકીની સરકારી ખરાબાની ચો.મી. 4047 જમીન ૫રથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરી આશરે રૂપિયા 40 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે પ્રાંત અધિકારી ચાંદનીબેન ૫રમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા સરકારી ૫ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Jetpur: ન્યાય માટે પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો વધુ એક કિસ્સો, યુવતીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Advertisement

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં મામલતદાર અને ટીમે કરી કાર્યવાહી

નોંધનીય છે કે,વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 04 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 04 રૂમ, નર્સરી વગેરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત શરૂ રહેશે તેવું મામલતદારશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યુ હતું. આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસરશ્રી સત્યમભાઇ શેરસીયા, તલાટી ધારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Rajkot:‘આપણો આહાર જ આપણું આરોગ્ય’ લઘુ ઉદ્યોગ ભારતી મેળામાં થીયા ઓર્ગેનિક સ્ટોલે આકર્ષણ જમાવ્યું

દાદા સરકાર દ્વારા દ્વારકામાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી

અત્યારે ગુજરાતમાં દબાણો દૂર કરવા માટે દાદાની સરકાર અત્યારે કામગીરી કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે હાઇકોર્ટના ચુકાદાની મિનિટોમાં જ બુલ્ડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ અરજીમાં કોઇ જ દમ નહીં હોવાનું અને અરજી પાયાવિહોણી હોવાનું જણાવીને અરજી રદ્દ કરી હતી.

અહેવાલઃ રહિમ લાખાણી, રાજકોટ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×