Ayodhya :કંગના રનૌતએ અયોધ્યા મંદિરમાં કરી સફાઈ, જુઓ video
Ayodhya : એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)રામ મંદિર ઉદ્ધાટનમાં સામેલ થવા માટે અયોધ્યા (Ayodhy) પહોંચી ચૂકી છે. તેમણે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ખુદને ધાર્મિક ગતિવિધિઓમાં લગાવી દીધા છે. રવિવારે તેમણે એક યજ્ઞમાં ભાગ લીધો અને અયોધ્યામાં (Ayodhy) એક મંદિરના પરિસસરમાં સારવણો પણ લગાવ્યો. તે રેશમની સાડી, સોનાના ઘરેણા, માથા પર મોટો ચાંદલો અને ચશ્મા લગાવેલી હતી.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
કંગનાએ રવિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી હતી. જેમાં તેઓ પોતાના પારંપરિક પહેરવેશ અને ચશ્માની સાથે એક મંદિરમાં સાવરણો લગાવતા નજરે પડી રહી છે.
#WATCH | Uttar Pradesh: Actress Kangana Ranaut participates in cleanliness drive at Hanuman Garhi Temple in Ayodhya.
She is in Ayodhya to attend the Pran Pratishtha ceremony tomorrow. pic.twitter.com/LpElT3ROdf
— ANI (@ANI) January 21, 2024
સંત રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા
કંગના રનૌતે કેટલાક સાધુ-સંતોની સાથે યજ્ઞ કરતા પોતાની તસવીરો પણ શેર કરી. તેમણે સંત રામભદ્રાચાર્યના આશીર્વાદ લેતા ફોટો શેર કર્યા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'આવો મારા રામ. આજે પરમ પૂજ્ય શ્રી રામભદ્રાચાર્યજીની સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા. તેમના દ્વારા આયોજિત શાસ્ત્રવત સામૂહિક હનુમાનજી યજ્ઞમાં પણ ભાગ લીધો.'
22 જાન્યુઆરીના કાર્યક્રમ માટે પોતાનો ઉત્સાહ શેર કરતા તેમણે કહ્યું કે, 'અયોધ્યા ધામમાં શ્રી રામનું સ્વાગત કરીને સૌ ખુશ છે. આવતીકાલે અયોધ્યાના રાજા લાંબા વનવાસ બાદ પોતાના ઘરે આવી રહ્યા છે. આવો મારા રામ, આવો મારા રામ.'
અભિનેત્રી કંગના રનૌતે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પૂજા કરી હતી. કંગના રનૌતે કહ્યું કે, અમે સ્વચ્છતા અભિયાન દ્વારા લોકોને પ્રેરિત કરવા માંગીએ છીએ. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અયોધ્યામાં દરેક જગ્યાએ ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે અને લોકો ભક્તિમાં મગ્ન છે. વિવિધ સ્થળોએ ભજન અને યજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણે આપણે ‘દેવ લોક’ સુધી પહોંચી ગયા હોય તેવું પ્રતિત થાય છે. જેઓ આવવા માંગતા નથી તેમના વિશે અમે કંઈ કહી શકતા નથી. અત્યારે અયોધ્યામાં આવીને ખૂબ જ સારું લાગે છે.
#WATCH | Uttar Pradesh: Actress Kangana Ranaut says "We want to motivate people through our cleanliness drive...With the beautification in the city, Ayodhya is looking really beautiful..." pic.twitter.com/AdZliXaciA
— ANI (@ANI) January 21, 2024
રામ રાજ્યની થશે શરૂઆત : કંગના
કંગના રનૌતને વધુમાં પૂછવામાં આવ્યું કે, આમંત્રણ મળ્યા બાદ પણ કેટલાક લોકો આવવાની ના પાડી રહ્યા છે. તમે તેમને શું કહેવા માંગો છો? જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘હું શું કહું? આ અમારું સૌભાગ્ય છે કે શ્રી રામે અમને અયોધ્યા આવીને તેમના દર્શન કરવાની સદબુદ્ધિ આપી છે
આ પણ વાંચો - Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બાબરીના પૂર્વ પક્ષકાર ઇકબાલ અંસારીએ શું કહ્યું




