ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા PM મોદીનો દેશવાસીઓને ખાસ સંદેશ

અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratistha Mahotsav) હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ રામોત્સવને લઈને દેશ સહિત સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અયોધ્યામાં...
09:31 AM Jan 12, 2024 IST | Vipul Sen
અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratistha Mahotsav) હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ રામોત્સવને લઈને દેશ સહિત સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અયોધ્યામાં...

અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratistha Mahotsav) હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ રામોત્સવને લઈને દેશ સહિત સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે અયોધ્યામાં રામોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ખાસ સંદેશ આપવામાં આવ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરમાં 'પ્રાણપ્રતિષ્ઠા' પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દેશવાસીઓને ખાસ સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે, "અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને માત્ર 11 દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ પવિત્ર પ્રસંગનો સાક્ષી બની રહ્યો છું. ભગવાને મને પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરવા માટે સોનેરી તક આપી છે. આને ધ્યાનમાં રાખીને, આજથી હું 11 દિવસના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી રહ્યો છું..." પીએમ મોદીએ આ અંગે ટ્વિટ પણ કર્યું છે.

આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરું છું : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 'દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયો માટે આ પવિત્ર અવસર છે. ચારેકોર ભગવાન શ્રીરામની ભક્તિનું અદ્ભુત વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચારે દિશાઓમાં રામનામની ધૂન છે. તમામ રામભક્તો 22 જાન્યુઆરીના ઐતિહાસિક અને પવિત્ર પળની રાહ જોઈ રહ્યા છે. હવે અયોધ્યામાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને (Ram Mandir Pran Pratistha Mahotsav) માત્ર 11 દિવસનો સમય બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ પવિત્ર પ્રસંગનો સાક્ષી બની રહ્યો છું. ભગવાને મને તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા નિમિત્ત બનાવ્યો છે. આ એક મોટી જવાબદારી છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે કહ્યું કે, 'આજથી હું 11 દિવસના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી રહ્યો છું. આ પવિત્ર અવસરે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ઋષિઓ, મુનિઓ અને તપસ્વીનું પુણ્ય સ્મરણ કરું છું અને જનતા જનાર્દનથી પ્રાર્થના કરું છું કે મને આશીર્વાદ આપે, જેથી મનથી, તનથી અને વચનથી મારા તરફથી કોઈ ખામી ન રહે.'

નાસિક ધામ પંચવટીથી વિશેષ અનુષ્ઠાનની શરૂઆત

પીએમ મોદીએ કહ્યું કે, '11 દિવસના આ વિશેષ અનુષ્ઠાનની શરૂઆત હું નાસિક ધામ પંચવટીથી (Panchavati) કરી રહ્યો છું. પંચવટીની પાવન ધરા પર ભગવાન શ્રીરામે ઘણો સમય વિતાવ્યો હતો. સુખદ સંયોગ એ પણ છે કે આજે સ્વામી વિવેકાનંદજીની (Swami Vivekanandaji) જન્મજયંતી છે. સાથે જ આજે માતા જીજાબાઈની (Mata Jijabai) જન્મજયંતી પણ છે.' પીએમ મોદીએ કહ્યું કે, 'પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં મારા મનમાં, હૃદયના દરેક સ્પદંનમાં 140 કરોડ ભારતીય મારી સાથે હશે. દરેક રામભક્ત મારી સાથે હશે.'

 

આ પણ વાંચો - Lok Sabha Elections 2024 : કોંગ્રેસમાં બેઠકોનો દોર, આજે ખડગે-રાહુલ ગાંધીની હાજરીમાં સંયોજકોની બેઠક

Tags :
AyodhyaGujarat FirstGujarati Newsnational newspm narendra modiram mandirRam Mandir Pran Pratistha Mahotsav
Next Article