Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લક્ઝુરિયસ કારની ચોરી કરતી ગેંગના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

ફોટોમાં દેખાટી આ લક્ઝ્યુરિયસ ગાડીઓનો કોઈ શો રૂમ નથી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશવ્યાપી કાર ચોરી કરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી અને કબજે લીધેલી લક્ઝ્યુરિયસ કાર્સ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઉત્તરપ્રદેશના અશરફ સુલતાન ગાજી અને ઝારખંડના રાંચીના ઇરફાન...
લક્ઝુરિયસ કારની ચોરી કરતી ગેંગના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Advertisement

ફોટોમાં દેખાટી આ લક્ઝ્યુરિયસ ગાડીઓનો કોઈ શો રૂમ નથી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશવ્યાપી કાર ચોરી કરતી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી અને કબજે લીધેલી લક્ઝ્યુરિયસ કાર્સ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઉત્તરપ્રદેશના અશરફ સુલતાન ગાજી અને ઝારખંડના રાંચીના ઇરફાન ઉર્ફે પિન્ટુ પઠાણની ધરપકડ કરી છે. જે આંતરરાજ્ય વાહન ચોરી કરી અને અન્ય રાજ્યમાં RTO પાસીંગના કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે.

આંતરરાજ્ય લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતા ચોર સાથે મળીને ગેંગ બનાવીને ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં વાહનોની ચોરી કરતા હતા. ટેકનોલોજીનો ઉપાયોગ કરીને કારની ચોરી કર્યા બાદ કારને પકડાયેલા બંને આરોપી અશરફ સુલતાન અને ઈરફાનને અપાતા હતા જેના બદલામાં પોતાની ગેંગના સભ્યને કાર પ્રમાણે રૂપિયા અપાતા હતા. મુખ્ય આરોપી દ્વારા કાર લીધા બાદ તેને પૂર્વોત્તરના રાજ્યો એટલેકે અરુણાચલ પ્રદેશ,આસામ અને નાગાલેન્ડમાં જઈને કારના RTOના ડોક્યુમેન્ટ્સ તથા પાસિંગ કરાવીને વેંચતા હતા. અને ત્યાર બાદ આરોપીઓ આ કારને અન્ય રાજ્યોમાં જઈને વેંચતા હતા. અશરફ સુલતાન અને ઈરફાન બંને આ,અદાવાદના એક ડિલરને ચોરીની લક્ઝુરિયસ ગાડીઓ વેચવા આવ્યા હતા જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચના હાથે ઝડપાયા છે.

Advertisement

Advertisement

આરોપીઓ પાસેથી કબજે કરાયેલી લક્ઝુરિયસ કાર

2 ટૉયોટો ફોર્ચ્યુનર

2 હ્યુન્ડાઇ અલ્કઝાર

2 હ્યુન્ડાઇ ક્રેટા

2 મારૂતિ બ્રેઝા

1 ઇનોવા ક્રીસ્ટા

1 મારૂતિ સ્વીફટ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે દેશભરમાથી લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 500થી વધુ કારને તેના ડી કોડ સુરક્ષાને ટેકનોલોજીની મદદથી હટાવીને લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતા હતા. લક્ઝ્યુરિયસ કારની કંપની દ્વારા ગાડીમાં ગમે તેટલી સુરક્ષા આપી હોય તેને લેપટોપની મદદથી ડી કોડ કરતા અને કારમાં નવો કોડ નાખીને કારની ચોરી કરતા હતા.

કારને પાસિંગ માટે લઈને જતા વખતે એન્જીન અને ચેચિસ નંબર પણ બદલી નાખતા હતા.  બાદમાં બંને આરોપીઓ અરુણાચલ પ્રદેશ,આસામ અને નાગાલેન્ડમાં જઈને RTO અધિકારીઓ સાથે મીલીભગતથી NOC લેટર અને RTOમાં પાસિંગ કરાવતા હતા. આ આરોપીઓ દ્વારા અન્ય રાજ્યોમાં જયારે કાર વેચવા જતા પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો મોકલતા હતા. અને જયારે પણ કાર વેચવા અંગે ડીલ કરવા જવાનું થતું ત્યારે ફ્લાઈટમાં જતા અને ત્યાં રહેવાનો અને જમવાનો ખર્ચો પણ ગ્રાહકો પાસેથી લેતા હતા.

મહત્વની વાત એ છે કે દિલ્હીમાં દર 12 મિનિટમાં 1 કારની ચોરી થાય છે. ત્યારે આ ગેંગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં અસંખ્ય કારની ચોરી થાય છે. દિલ્હી શહેરની એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢ વર્ષથી અશરફ સુલતાને શોધી રહી હતી.આરોપી અશરફસુલતાન અગાઉ 7 જેટલા ગુનામાં ઝડપાયો હતો. જયારે ઈરફાન પ્રથમ વખત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.

હાલતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે  1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત કરી આ કેસમાં બંને આરોપીઓની પુછપરછ અને તેની ગેંગના બાકીમાં સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અને સાથે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંપર્ક કરીને આ નેટવર્કને જડમુળથી તોડી પાડવા માટે તૈયારી શરુ કરી છે

Tags :
Advertisement

.

×