Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ODI વર્લ્ડકપ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વન-ડે સિરિઝ, આ તારીખે ત્રીજી મેચ રમાશે રાજકોટમાં

BCCIએ 2023-24 સિઝન માટે ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર કર્યું છે. રોહિત બ્રિગેડ ઑસ્ટ્રેલિયા સામે ઑક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે શરૂ થનારા 2023 ODI વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચની ODI શ્રેણી રમશે. વર્લ્ડકપની તૈયારીના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ઘણી ફાયદાકારક સાબિત...
odi વર્લ્ડકપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વન ડે સિરિઝ  આ તારીખે ત્રીજી મેચ રમાશે રાજકોટમાં
Advertisement

BCCIએ 2023-24 સિઝન માટે ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર કર્યું છે. રોહિત બ્રિગેડ ઑસ્ટ્રેલિયા સામે ઑક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે શરૂ થનારા 2023 ODI વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચની ODI શ્રેણી રમશે. વર્લ્ડકપની તૈયારીના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં, બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.

Advertisement

ODI વર્લ્ડ કપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ પણ રમાશે. ટી-20 સિરીઝ 23 નવેમ્બરથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે સીરીઝ રમશે. ભારત-અફઘાનિસ્તાન શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરી 2024ના રોજ રમાશે. આ સિરીઝમાં ભારત-અફઘાનિસ્તાનની ટીમો 3 T20 મેચ રમશે.

Advertisement

ODI વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાનું આગામી મિશન 2024 T20 વર્લ્ડ કપ હશે. આને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી20 અને અફઘાનિસ્તાન સામે ત્રણ ટી20 મેચોની શ્રેણી રાખવામાં આવી છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝનું શેડ્યૂલ

22 સપ્ટેમ્બર - પ્રથમ ODI - બપોરે 1:30 કલાકે, મોહાલી
24 સપ્ટેમ્બર - બીજી ODI - બપોરે 1:30 કલાકે, ઈન્દોર
27 સપ્ટેમ્બર – ત્રીજી ODI – બપોરે 1:30 કલાકે, રાજકોટ

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023 ભારતની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Tags :
Advertisement

.

×