Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો શું છે આજનો સોનાનો ભાવ, ચાંદીના ભાવમાં પણ તોતિંગ વધારો

છેલ્લા કેટલાક દિવસોની નરમાઈ બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો હવે તમારે તેના માટે વધુ પૈસા ખર્ચવા પડશે. અમદાવાદમાં ગોલ્ડના ભાવમાં તોફાની તેજી વચ્ચે...
જાણો શું છે આજનો સોનાનો ભાવ  ચાંદીના ભાવમાં પણ તોતિંગ વધારો
Advertisement

છેલ્લા કેટલાક દિવસોની નરમાઈ બાદ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો હવે તમારે તેના માટે વધુ પૈસા ખર્ચવા પડશે. અમદાવાદમાં ગોલ્ડના ભાવમાં તોફાની તેજી વચ્ચે ભાવ ઓલ ટાઈમ હાઈ 62 હજારે પહોંચ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75 હજાર રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

ઉલ્લેખનીય છે કે, સોના અને ચાંદીના ભાવમાં બે મહિનાથી વધુ સમયથી સતત વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં થોડી નરમાઈ જોવા મળી હતી. પરંતુ હવે ફરી તે ઉપર ચઢવા લાગ્યું છે. ગોલ્ડ ઉપરાંત ચાંદીમાં પણ વધારો થવાની આગાહી બજાર નિષ્ણાતો કરી રહ્યા છે.

Advertisement

અમદાવાદમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા ગોલ્ડનો ભાવ 57,050 રૂપિયા બોલાઈ રહ્યો છે. જ્યારે 24 કેટેર ગોલ્ડનો ભાવ 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.

×