Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તહેવાર શરૂ થયા પૂર્વે તેલના ભાવમાં વધારો, જાણો ડબ્બે કેટલો ભાવ વધારો થયો

શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ તેલના ભાવમાં અત્યારથી જ તેજી જોવા મળી રહી છે. જૂનમાં શરૂ થયેલો ભાવવધારો જુલાઈના પ્રારંભમાં પણ સતત યથાવત્ રહ્યો છે. ત્યારે આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. વિદેશી બજારોમાં ખાદ્યતેલોના ભાવમાં સુધારાને...
તહેવાર શરૂ થયા પૂર્વે તેલના ભાવમાં વધારો  જાણો ડબ્બે કેટલો ભાવ વધારો થયો
Advertisement

શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ તેલના ભાવમાં અત્યારથી જ તેજી જોવા મળી રહી છે. જૂનમાં શરૂ થયેલો ભાવવધારો જુલાઈના પ્રારંભમાં પણ સતત યથાવત્ રહ્યો છે. ત્યારે આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. વિદેશી બજારોમાં ખાદ્યતેલોના ભાવમાં સુધારાને કારણે, સીંગદાણા તેલ-તેલીબિયાં અને ક્રૂડ પામ ઓઈલ સિવાય લગભગ તમામ ખાદ્યતેલો અને તેલીબિયાંમાં સોમવારે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો થયો છે. તહેવારો નજીક આવતા જ ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઊઘડતી બજારે સિંગતેલમાં રૂ. 20 નો વધારો આવ્યો હતો.

Advertisement

સોમવારે ઉઘડતી બજારે સિંગતેલ ડબ્બો રૂ.2890 સુધી પહોંચ્યો હતો. જ્યારે કપાસિયા તેલ રૂ.1730, પામોલીન તેલ રૂ.1465, સનફ્લાવર રૂ.1570, કોર્ન ઓઈલ રૂ.1560, સરસવ રૂ.1620, કોકોનેટ રૂ.2380, દિવેલ 2060 અને વનસ્પતિ ઘી રૂ.1680નો ભાવરહ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ કિંમત

Tags :
Advertisement

.

×