Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI : દરેક જિલ્લામાં ટોચના 100 થાપણદારો શોધીને બેંક આપશે નાણાં, 100 દિવસ સુધી ચાલશે ઝુંબેશ

અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસની ઝુંબેશ શરૂ કરશે. આ અભિયાનને 100 દિવસ-100 પેજ નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ, દરેક બેંક 100 દિવસની અંદર...
rbi   દરેક જિલ્લામાં ટોચના 100 થાપણદારો શોધીને બેંક આપશે નાણાં  100 દિવસ સુધી ચાલશે ઝુંબેશ
Advertisement
અહેવાલ---રવિ પટેલ, અમદાવાદ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસની ઝુંબેશ શરૂ કરશે. આ અભિયાનને 100 દિવસ-100 પેજ નામ આપવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ, દરેક બેંક 100 દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના 100 દાવા વગરના થાપણદારોને શોધીને તે ખાતાની કાર્યવાહી પૂર્ણ કરશે.
તમામ બેંકો 1 જૂનથી આ અભિયાન શરૂ કરશે
આરબીઆઈના આદેશ પર, તમામ બેંકો 1 જૂનથી આ અભિયાન શરૂ કરશે. નિયમ મુજબ, કોઈપણ બચત અથવા ચાલુ ખાતું કે જે 10 વર્ષ સુધી ઓપરેટ ન થતું હોય અથવા ટર્મ ડિપોઝીટ ખાતું જેમાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન હોય તો આવા ખાતાઓમાં પડેલી રકમને દાવા વગરની અથવા દાવો ન કરેલી રકમ તરીકે ગણવામાં આવે છે. બેંકો પણ આ ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ હોવા છતાં, જો કોઈ દાવેદાર ન મળે, તો તે વિશેષ ખાતામાં જાય છે.
નાણામંત્રી સીતારમણે સૂચના આપી હતી
તાજેતરની એક મીટિંગ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ દાવા વગરની રકમ અંગેના નિયમનકારોને કહ્યું હતું કે જ્યાં પણ દાવો ન કરાયેલી રકમ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા વીમાના રૂપમાં પડેલી હોય ત્યાં તેને પતાવટ કરવા. વિશેષ કામગીરી હાથ ધરવી. આર્થિક બાબતોના સચિવ અજય સેઠનું કહેવું છે કે આવા મામલાઓમાં જ્યાં નામાંકિત વ્યક્તિની માહિતી જાણી શકાતી નથી, ત્યાં નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પગલાં લેવામાં આવશે.
જાહેર ક્ષેત્રની બેંકોમાં 35,000 કરોડની દાવા વગરની થાપણો, SBIમાં સૌથી વધુ
જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ રૂ. 35,000 કરોડની રકમ છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. સરકારી બેંકોએ આ નાણાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કર્યા છે. આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI પાસે 8,086 કરોડ રૂપિયાની દાવા વગરની રકમ છે. તે પછી પંજાબ નેશનલ બેન્કમાં રૂ. 5,340 કરોડ, કેનેરા બેન્કમાં રૂ. 4,558 કરોડ અને બેન્ક ઓફ બરોડામાં રૂ. 3,904 કરોડ છે.
LIC પાસે પણ 21 હજાર કરોડથી વધુ છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની રકમ છે. તે જ સમયે, 31 માર્ચ, 2021 સુધીમાં જીવન વીમા કંપનીઓ પાસે રૂ. 22,043 કરોડ અને બિન-જીવન વીમા કંપનીઓ પાસે રૂ. 1,241.81 કરોડ દાવા વગરના છે. એકલા LIC પાસે આવી થાપણો રૂ. 21,538.93 કરોડ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×