Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UPI ની વિશ્વભરમાં બોલબાલા! ફ્રાન્સ બાદ શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ કરાઈ સેવા

UPI: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની ભારતમાં વર્ષોથી ભરોષા પાત્ર સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિજિટલ પેમેન્ટ મોડ તરીકે ઉભરી આવ્યું છે. UPI પેમેન્ટ અત્યારે ઓનલાઈન લેન-દેનને એકદમ સરળ થઈ ગયું છે. તમારી પાસે એક પણ રૂપિયા કેસ ના હોય તો પણ તમારૂ...
upi ની વિશ્વભરમાં બોલબાલા  ફ્રાન્સ બાદ શ્રીલંકા અને મોરેશિયસમાં પણ શરૂ કરાઈ સેવા
Advertisement

UPI: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની ભારતમાં વર્ષોથી ભરોષા પાત્ર સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિજિટલ પેમેન્ટ મોડ તરીકે ઉભરી આવ્યું છે. UPI પેમેન્ટ અત્યારે ઓનલાઈન લેન-દેનને એકદમ સરળ થઈ ગયું છે. તમારી પાસે એક પણ રૂપિયા કેસ ના હોય તો પણ તમારૂ કામ થઈ જાય છે. પ્રધાનમંત્રીઓ ભારતમાં કેસલેસ સુવિધા માટે પણ ખુબ સારી કામગીરી કરી છે. ભારતની UPI સિસ્ટમ અત્યારે દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે. હમણાં થોડા સમય પહેલા જ ફ્રાન્સમાં UPI સેવા શરૂ કરવામાં આવી છે. અત્યારે ભારતે સોમવારથી શ્રીલંકા અને મોરેશિયસમાં પણ UPI સર્વિસ સફળતાપૂર્વક કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે થોડા સમય પહેલા મોરેશિયસમાં રૂપે કાર્ડની સેવા પણ શરૂ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મોરિશિયન સમકક્ષ પ્રવિંદ જુગનાથ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી.

Advertisement

એક મીડિયા એજન્સી પ્રમાણે બન્ને દેશામાં જવા વાળા ભારતીયો હવે આપણી UPI પેમેન્ટ્સ સેવા દ્વારા પૈસા ટ્રાન્ફર કરી શકશે. આ સાથે ભારતની યાત્રા કરતા મોરેશિયસ લોકો પણ આ સેવાનો લાભ લઈ શકશે. વધુમાં, મોરેશિયસ બેંકો રૂપે કાર્ડ જારી કરી શકશે અને તેનો ઉપયોગ ભારત અને મોરેશિયસ બંનેમાં વ્યવહારો માટે કરી શકશે. શ્રીલંકા અને મોરેશિયસ સાથે વધતા દ્વિપક્ષીય આર્થિક સંબંધો વચ્ચે આ સેવા શરૂ કરવામાં આવી છે.

Advertisement

ફરવા જતા ભારતીયોને કોઈ અગવડતા નહીં પડે

નોંધનીય છે કે, યૂપીઆઈ સર્વિસ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિક કરવામાં આવી છે. જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ત્વરિત રીઅલ ટાઇમ બેંક વ્યવહારોને સક્ષમ કરે છે. અત્યારે ભારત વિશ્વભરમાં પોતાની સેવાઓ શરૂ કરી રહ્યું છે. જેથી વિદેશ ફરવા માટે જતા ભારતીયોને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે. વિશ્વના જે ફરવા લાયક દેશો છે તેમાંથી ઘણા દેશોમાં આ સેવા આગામી ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. ભારત હવે ટેક્નોલોજી ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: વાહ આને કહેવાય Teacher! વિદ્યાર્થીઓની 17 કરોડ રૂપિયાની ફી માફ કરી

Tags :
Advertisement

.

×