Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાગીના શુદ્ધ કરવાની વિદ્યા આવડે છે તેમ કહી અઢીલાખ રૂપિયાના દાગીના પડાવી લીધા

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ  લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ પંક્તિ અહીંયા એટલા માટે સાર્થક થાય છે કે એક એકટીવા ચાલકને અજાણ્યા વ્યક્તિઓને એડ્રેસ પૂછવાના બહાને અઢી લાખ રૂપિયાના દાગીના ગુમાવવા પડ્યા છે દાગીના શુદ્ધ કરવાના બહાને એક...
દાગીના શુદ્ધ કરવાની વિદ્યા આવડે છે તેમ કહી અઢીલાખ રૂપિયાના દાગીના પડાવી લીધા
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ પંક્તિ અહીંયા એટલા માટે સાર્થક થાય છે કે એક એકટીવા ચાલકને અજાણ્યા વ્યક્તિઓને એડ્રેસ પૂછવાના બહાને અઢી લાખ રૂપિયાના દાગીના ગુમાવવા પડ્યા છે દાગીના શુદ્ધ કરવાના બહાને એક ભેજા બાજ અને નાગાબાવા જેવા ભેજા બાજે દાગીના પડાવી લેતા ભરૂચ સી ડિવિઝન પોલીસ પથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે

Advertisement

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી દિલાવરસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નવા તવરા ગામના પાટીયા પાસે તેઓની એકટીવા એક અજાણ્યા કારચાલકે રોક્યો હતો અને પૂછ્યું હતું કે આટલામાં ક્યાંય મહાદેવનું મંદિર છે..? જેથી ફરિયાદીએ કહ્યું હતું કે આગળ હાઇવે ઉપર નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર છે અજાણ્યા કાર ચાલકે ફરિયાદીને કહ્યું પેલી સફેદ કલરની ફોરવીલ ગાડીમાં અમારા મહારાજ બેઠા છે ખાલી તેમને સમજાવી દો.. ફરિયાદી એકટીવા ચાલકે ફોરવીલ ગાડીમાં બેસેલા નાગાબાવા જેવા દેખાતા મહારાજને સમજાવવા ગયા અને મહારાજે કહ્યું એવું કોઈ શિવ મંદિર છે જ્યાં બેન દીકરીઓ ન આવતી હોય મારે શ્રાવણ માસની પૂજા કરવી છે..? તેમ કહી ગાડીમાં સવાર નાગાબાવા જેવા મહારાજે ફરિયાદીના હાથ ઉપર હાથ મૂકી મહારાજે કહ્યું મને સોનુ શુદ્ધ કરવાની વિદ્યા આવડે છે તો તમે પહેરેલી સોનાની ચેન તથા વીંટી મને આપો તો હું શુદ્ધ કરી આપીશ.

Advertisement

નાગાબાવા જેવા મહારાજની વાતોમાં આવી ગયેલા ફરિયાદીએ પોતાની સોનાની ચેન સોનાનું પેન્ડલ અને સોનાની વીંટી આપી દીધી અને ત્યાર પછી ફરિયાદીને કોઈ ભાન રહ્યું નહીં તે પોતાની એકટીવા લઇ પોતાના ઘરે પહોંચી ગયો અને મોડે મોડે ભાન થયું કે તેના દાગીના તેના શરીર ઉપર નથી જેના પગલે તેણે સમગ્ર ઘટનાની જાણ તેના દીકરાને કરી અને નવા તવરા ગામ નજીક નાગાબાવા જેવા દેખાતા ભેજા બાજે તેમના અઢી લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા હોવાનું ફલિત થતાં તાબડતોબ તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા પરંતુ ભેજા બાજો રફુચક્કર થઈ ગયા હતા જેના પગલે ફરિયાદીએ નજીકના સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા ભેજા બાજો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

Tags :
Advertisement

.

×