Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહ સુધી નહીં જઇ શકે ભક્તો, 35 ફૂટ દુરથી જ કરી શકાશે દર્શન

ભગવાન રામના અયોધ્યામાં બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21મીથી 24મી જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તારીખ મળ્યા બાદ આખરે તેની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ...
અયોધ્યાના રામ મંદિરમાં ગર્ભગૃહ સુધી નહીં જઇ શકે ભક્તો  35 ફૂટ દુરથી જ કરી શકાશે દર્શન
Advertisement

ભગવાન રામના અયોધ્યામાં બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21મીથી 24મી જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તારીખ મળ્યા બાદ આખરે તેની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક નહીં મળે. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરશે.

હિન્દુ ધાર્મિક માન્યતા અનુસારની વ્યવસ્થા 
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર, મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે. આ પરંપરાગત પ્રણાલીને ધ્યાનમાં રાખીને માત્ર વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ વ્યવસ્થા આ મંદિરોમાં પણ છે
હાલ પણ દેશના મોટા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. તિરુપતિ બાલાજી અને ભગવાન જગન્નાથના મંદિરમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ ભગવાન શિવના મંદિરો આ કિસ્સામાં અપવાદ છે. તેનું મોટું કારણ એ છે કે ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેકનું ખૂબ મહત્વ છે, જેમાં ભક્તો શિવલિંગને સ્પર્શ કરીને જ પૂજા કરે છે. આવી સ્થિતિમાં ગર્ભગૃહમાં ગયા વિના રૂદ્રાભિષેક શક્ય નથી. પરંતુ અન્ય મંદિરોમાં ગર્ભગૃહની બહાર દૂર દૂરથી દેવી-દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે.

Advertisement

35 ફૂટ દૂરથી દર્શન
ઉદ્ઘાટન બાદ પણ રામ ભક્તો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી મંદિરની પવિત્રતા જાળવવામાં તેમજ ભીડને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. મૂર્તિને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવશે જેથી કરીને લોકો દૂરથી પણ ભગવાન રામના દર્શન કરી શકે.

Tags :
Advertisement

.

×