Gir Somnath : શ્રાવણમાં ઘરે બેઠાં આ રીતે માત્ર આટલા રૂ. માં કરો સોમનાથજીની બિલ્વપૂજાનું રજિસ્ટ્રેશન
Gir Somnath : શિવ ભક્તો માટે વર્ષનાં સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણરુપી 30 દિવસીય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ (Somnath Mahadev) પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. QR તથા ટ્રસ્ટની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. "માત્ર 25₹ બિલ્વ પૂજા સેવા".
અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023 (Mahashivratri 2023), શ્રાવણ 2023 અને (Shravan 2023) મહાશિવરાત્રી 2024 (Mahashivratri 2024) પર ભક્તો માટે આ વિશેષ 'બિલ્વપૂજા સેવા' શરૂ કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો (Bilva Patra) અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામાં પર મોકલવામાં આવ્યા હતા.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર (Bilva Patra) અર્પણ કરવાનો મહિમા જણાવતા કહેવાયું છે કે...
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
શિવજીને 3 પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાં પાપો નાશ પામે છે.
ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને (Gir Somnath) માત્ર ₹. 25 ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનનાં પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોનાં આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાનાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.
ગત શ્રાવણ માસમાં આ બિલ્વપૂજા (Bilva Patra Pooja) પ્રારંભ કરવામાં આવી હતી, જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર દેશ ભરમાંથી 2.50 લાખથી વધુ ભક્તોએ આ બિલ્વપૂજા નોંધાવી હતી અને શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોની બિલવપૂજાનાં યૂટ્યુબ અને ફેસબુકનાં માધ્યમથી ભક્તોને લાઈવ દર્શન કરાવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોનાં સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ (Rudraksha) અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહિં ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા, જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન થયા હતા.
શ્રાવણ 2024 પર સોમામથ ટ્રસ્ટની (Somamath Trust) આ આઇકોનિક માત્ર ₹ 25 બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 જુલાઈ 2024 થી શ્રાવણ માસની અમાસ 03 સપ્ટેમ્બર 2024 ની સવાર સુધી આ બિલ્વપૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભૂત બિલ્વપૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/BilvaPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.
અહેવાલ : અર્જુન વાલા, ગીર સોમનાથ
આ પણ વાંચો - Ghar Mandir-એવી વાતો જે દરેક વ્યક્તિને ઉપયોગી બને
આ પણ વાંચો - 10 Mahavidya :બ્રહ્માંડની ઉર્જાનો સ્રોત દસ મહાવિદ્યા
આ પણ વાંચો - Demeanor: શ્રીહરિ સંતોને કહેતા:”વર્તન વાત્યું કરશે.”