Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ

BAPS સંસ્થા વૈશ્વિક સ્તરે પ્રસરેલ છે.'પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ" અને 'ભગવાન સૌનું ભલું કરો'  એ ધ્યેય સાથે બાપ્સ કાર્યરત છે. ભારતમાં કે વિદેશમાં પણ જ્યારે પણ કુદરતી આપદા આવે ત્યારે બાપસના સંતો અને સ્વયંસેવકો સૌથી પહેલાં રાહત કાર્યો માટે...
baps સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ

BAPS સંસ્થા વૈશ્વિક સ્તરે પ્રસરેલ છે.'પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ" અને 'ભગવાન સૌનું ભલું કરો' એ ધ્યેય સાથે બાપ્સ કાર્યરત છે. ભારતમાં કે વિદેશમાં પણ જ્યારે પણ કુદરતી આપદા આવે ત્યારે બાપસના સંતો અને સ્વયંસેવકો સૌથી પહેલાં રાહત કાર્યો માટે પહોંચી જાય છે.

Advertisement

BAPSની ગુરુ પરંપરા અલૌકીક છે. ગુરુનો રાજીપો મેળવવા દરેક હરિભક્ત પોતાના સામર્થ્ય પ્રમાણે,અરે ક્યારેક તો ગજા બહારની સેવા કરે. કારણ એને વિશ્વાસ છે કે:'કોઈનો પાડ ન રાખે મોરારી આપે વ્યાજ સહીત ગિરધારી.

ગુરુહરીની પ્રસન્નતા અર્થે યોજાયો મહાયાગ 

BAPSએ  પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનો રાજીપો મેળવવા અને દેશ વિદેશમાં શાંતિ પ્રસરે અને રાષ્ટ્રનો વિકાસ થાય એ માટે સારંગપુર ધામે ભવ્ય મહાયાગ યોજ્યો. 

Advertisement

વિશ્વ કલ્યાણ અર્થે અને દેશના વિકાસ અર્થે યોજાયેલ આ મહાયાગમાં ૧૬૮૦ જેટલા યજમાનો દ્વારા ૧,૦૯,૨૦૦ જેટળી આહુતિઓનો  હોમ થયો. 

યોગીજી મહારાજની ૧૩૨મી જન્મતિથિ નિમિત્તે ગુરુહરિનું પૂજન

વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજની ૧૩૨મી જન્મતિથિ નિમિત્તે સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં તારીખ ૪ જૂન, ૨૦૨૪ ના રોજ ગુરુહરિનું પૂજન અને શુભ સંકલ્પોની પૂર્તિ માટે વિશિષ્ટ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

દેશ-વિદેશના ૧૬૮૦ જેટલાં યજમાનોએ ભાગ લીધો 

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વહેલી સવારે ૪:૩૦ વાગ્યે મહાયાગનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે ૭:૦૦ વાગ્યે પૂર્ણ થયો હતો. આ વૈદિક મહાયાગમાં ૧૦૫ જેટલા યજ્ઞકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફિકા, લંડન વગેરે દેશ-વિદેશના ૧૬૮૦ જેટલાં યજમાનોએ સમૂહમાં સ્વાહાના નાદ સાથે કુલ ૧,૦૯,૨૦૦ જેટલી આહુતિઓ અર્પણ કરી હતી. કુલ ૭ વેદપાઠી બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો જેમાં સંસ્કૃત મહાવિદ્યાલયના ૬૦ વિદ્યાર્થીઓ પણ યજ્ઞવિધિમાં જોડાયા હતા. સમગ્ર મહાયાગ દરમિયાન મંદિર પરિસરનું વાતાવરણ વૈદિક વાતાવરણની અનુભૂતિ કરાવનારું બની ગયું હતું. 

શરૂઆતથી જ BAPS સંસ્થા દ્વારા અહિંસક તથા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ કરવાની પરંપરા અક્ષુણ્ણ ચાલ્યા જ કરે છે. 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દેશનો વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય, સમાજનો ઉત્કર્ષ થાય અને સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી. વિશેષ આશીર્વાદમાં તેઓએ આજના દિવસે ગુરુ યોગીજી મહારાજની સ્મૃતિઓ કરી હજાર રહેલા તમામને ધન્ય કર્યાં હતા. 

આ મહાયગ અંતર્ગત રાષ્ટ્રનો ઉત્તરોતર વિકાસ થાય એ માટે શુભ સંકલ્પ અને પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો- Sacrifice-યજ્ઞમાં બલિપ્રથાનો હિંદુધર્મમાં નિષેધ 

Advertisement

.