Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pathaan બાદ બોલિવૂડમાં ગદર મચાવશે શાહરૂખની Jawan, Trailer માં જોવા મળ્યો કિંગ ખાનનો દમ

Pathaan ની સફળતા બાદ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ Jawan ને લઇને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. બોલિવૂડ માટે ઓગસ્ટ મહિનો ખાસ રહ્યો છે. જ્યા એક તરફ ગદર 2 અને OMG 2 એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે તેવી જ રીતે...
pathaan બાદ બોલિવૂડમાં ગદર મચાવશે શાહરૂખની jawan  trailer માં જોવા મળ્યો કિંગ ખાનનો દમ
Advertisement

Pathaan ની સફળતા બાદ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ Jawan ને લઇને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. બોલિવૂડ માટે ઓગસ્ટ મહિનો ખાસ રહ્યો છે. જ્યા એક તરફ ગદર 2 અને OMG 2 એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે તેવી જ રીતે સપ્ટેમ્બરમાં શાહરૂખની જવાન ફિલ્મ પણ તમામ રેકોર્ડ તોડવા માટે મોટા પડદે આવી રહી છે. તાજેતરમાં જવાનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમા શાહરૂખનો દમદારો રોલ, ડાયલોગ્સ અને લૂક્સ જોઇને ફિલ્મ કેવી હશે તેનો અંદાજો લગાવી શકાય છે.

જવાનનું ટ્રેલર રિલીઝ

Advertisement

શાહરૂખ ખાનના ફેન્સ માટે સપ્ટેમ્બરનો મહિનો ખાસ રહેવાનો છે. કિંગ ખાનના ફેન્સ લાંબા સમયથી તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે કિંગ ખાનના ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. એ ક્ષણ આવી ગઈ જેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા હતા. હવે 'જવાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અત્યારે દરેક લોકો આ ટ્રેલર વિશે વાત કરતા જોવા મળે છે. જવાનના ટ્રેલરમાં જ એક્શન, ડ્રામા, થ્રિલ વગેરે બધું જ જોવા મળ્યું છે. ટ્રેલર જોયા પછી ચાહકો આનંદથી નાચવા લાગ્યા છે. તેમનો ઉત્સાહ વધી ગયો છે. તેઓ તેને સોશિયલ મીડિયા પર ધમાકેદાર ગણાવી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ તેને વર્ષનું સર્વશ્રેષ્ઠ ટ્રેલર ગણાવી રહ્યાં છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નો પ્રીવ્યૂ તાજેતરમાં જ રીલિઝ થયો હતો. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. ફિલ્મનું સંપૂર્ણ ટ્રેલર અહીં જુઓ.

Advertisement

ફિલ્મનું ટ્રેલર કેવું છે ?

પ્રીવ્યુ જોયા બાદ ચાહકોમાં ફિલ્મની સ્ટોરી અંગે ઉત્તેજના વધી ગઈ છે. ટ્વિટર પર ફિલ્મની ચર્ચા થઈ રહી છે. શાહરૂખ ખાન સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન આજે શાહરૂખ ખાનની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 'જવાન' નું ટ્રેલર બરાબર 11.56 વાગ્યે રિલીઝ થયું હતું. 'જવાન'નું 2 મિનિટ 45 સેકન્ડનું ઑફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં દીપિકા પાદુકોણ, નયનથારા, વિજય સેતુપતિ, સુનીલ ગ્રોવર અને સાન્યા મલ્હોત્રાનો લુક જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનના ઘણા અનસીન અવતાર પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં ઘણા દમદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળ્યા.

શાહરૂખ ખાન 5 અલગ-અલગ લુકમાં જોવા મળ્યો

આ સાથે આલિયા ભટ્ટનો પણ આ ટ્રેલરમાં ખૂબ જ ફની રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં શાહરૂખ સ્ટાઇલમાં કહે છે, 'જો તમે ઇચ્છો તો આલિયા ભટ્ટ પણ.' આ સિવાય જવાનના ટ્રેલરમાં કિંગ ખાન પણ કહેતા સાંભળવા મળે છે કે, 'અમે જવાન છીએ... અમે અમારી જિંદગી દાવ પર લગાવી શકીએ છીએ. હજાર વખત પરંતુ ચોક્કસપણે તમારા જેવા લોકો માટે નહીં જેઓ માત્ર દેશ ખાતર દેશને વેચી રહ્યા છે.' હવે ચાહકો તેની સ્ટાઈલથી મોહિત થઈ ગયા છે. આ ટ્રેલરમાં બીજી એક ખાસિયત છે. જેમાં શાહરૂખ ખાન 5 અલગ-અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. એક જ ફિલ્મ માટે 5 લુક્સ ખરેખર અદ્ભુત છે. આ ઉપરાંત ફિલ્મમાં એક્શન પણ ભવ્ય લેવલ પર જોવા મળશે.

આ પણ વાંચો - સલમાનની ex-girlfriend 63 વર્ષની ઉંમરે પણ અત્યારની Actress ને આપે છે ટક્કર

આ પણ વાંચો - જવાનની રિલીઝ પહેલા Shah Rukh Khan પહોંચ્યો માતા વૈષ્ણો દેવીના દર્શને, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×