Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બદ્રીનાથ કી દુલ્હનિયા અને અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ ઋતુરાજ સિંહનું થયું અવસાન

સિનેમા જગતના ચાહકો માટે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડના વધુ એક અભિનેતાનું અચાનક અવસાન થયું છે. બદ્રિનાથ કી દુલ્હનિયા ફિલ્મ અને અનુપમા જેવી પ્રખ્યાત સિરિયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને...
બદ્રીનાથ કી દુલ્હનિયા અને અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ ઋતુરાજ સિંહનું થયું અવસાન
Advertisement

સિનેમા જગતના ચાહકો માટે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડના વધુ એક અભિનેતાનું અચાનક અવસાન થયું છે. બદ્રિનાથ કી દુલ્હનિયા ફિલ્મ અને અનુપમા જેવી પ્રખ્યાત સિરિયલમાં કામ કરી ચૂકેલા અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે.  તેમને થોડા દિવસ પહેલા બીમારીના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આજરોજ તેમનું અવસાન થયું છે.

Advertisement

ઋતુરાજ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદથી તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. તેઓની તબિયતમાં સુધાર જોઈ તેઓ ઘરે પાછા ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું.

Advertisement

છેલ્લી વખત ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળ્યા હતા ઋતુરાજ 

ઋતુરાજ  હાલમાં જ રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે જર્સી અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ઘણી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળી ચૂક્યા છે. ઋતુરાજ અનુપમા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, જ્યોતિ, હિટલર દીદી, શપથ, યોદ્ધા, આહત જેવી ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળ્યો છે. ઘણી સિરિયલોમાં તેના નેગેટિવ પાત્રોને લોકોએ પસંદ કર્યા છે.

12 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી

ઋતુરાજ સિંહે અભિનય કરવાની શુરૂઆત ખૂબ જ નાની ઉમરે કરી હતી. તેમને ફક્ત 12 વર્ષની ઉમરે થિયેટરમાં કામ કરવાની શુરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ 1993 માં ફિલ્મોમાં અભિનેતા બનવા માટે મુંબઈ આવી ગયા હતા. તેમની ટેલિવિઝનથી પોતાની કારકિર્દીની શુરૂઆત કરી હતી. તેમણે 'બનેગી અપની બાત'થી પોતાની શુરૂઆત કરી હતી. ઋતુરાજ 6 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યા હતા.

આ પણ વાંચો -- તરભ વાળીનાથ ધામ ખાતે “ચા” માટે માલધારી સમાજની કોઠા સૂઝનો ઉત્તમ દાખલો

Tags :
Advertisement

.

×