Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shaitaan teaser: શૈતાન ફિલ્મના ટીઝર જોઈ દર્શકો દંગ રહી ગયા

Shaitaan teaser: અજય દેવગણ 90ના દશકનો સુપરસ્ટાર છે અને દરેક ફિલ્મમાં તે કંઇક નવો પ્રયોગ કરતો રહે છે. અભિનેતાની 2024 સ્લેટ પ્રભાવશાળી લાગે છે અને હવે તેણે તેની આગામી થ્રિલર શૈતાનનું ટીઝરનું (Shaitaan teaser) અનાવરણ કર્યું છે .પ્રભાવશાળી કાસ્ટ સાથે, ટીઝર...
shaitaan teaser  શૈતાન ફિલ્મના ટીઝર જોઈ દર્શકો દંગ રહી ગયા
Advertisement

Shaitaan teaser: અજય દેવગણ 90ના દશકનો સુપરસ્ટાર છે અને દરેક ફિલ્મમાં તે કંઇક નવો પ્રયોગ કરતો રહે છે. અભિનેતાની 2024 સ્લેટ પ્રભાવશાળી લાગે છે અને હવે તેણે તેની આગામી થ્રિલર શૈતાનનું ટીઝરનું (Shaitaan teaser) અનાવરણ કર્યું છે .પ્રભાવશાળી કાસ્ટ સાથે, ટીઝર ખૂબજ રોમાંચક છે અને એજ-ઓફ-ધ-સીટ રોમાંચક અનુભવનું વચન આપે છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અજય દેવગન મસાલા ફિલ્મો તેમજ કન્ટેન્ટ આધારિત ફિલ્મો બનાવવાનું ચાલુ રાખે છે. તેની નવી ફિલ્મ 'શૈતાન'નું ટીઝર જોયા બાદ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. આ વર્ષે તેની પાસે 'સિંઘમ અગેઇન'થી લઈને 'મેદાન' સુધીની ઘણી ફિલ્મો આવી રહી છે. પરંતુ વર્ષની શરૂઆત સુપરનેચરલ હોરર ફિલ્મ 'શૈતાન'થી થશે.

Advertisement

શૈતાન ફિલ્મના ટીઝરનો વિડીયો આર માધવાનના દમદાર અવાજથી શરૂ થાય છે. આર માધવન રુંવાડા ઉભા કરી દે તેવા બેગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એક ડાયલોગ બોલે છે. આ ફિલ્મનું ટીઝર આર માધવનની શૈતાની હસી સાથે પૂરું થાય છે. ફિલ્મના ટીઝરને અજય દેવગન દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું છે. સાથે જ કેપ્શનમાં લખેલું છે કે, " તે તમને પૂછશે એક રમત રમવી છે ? પરંતુ તેની વાતમાં ન આવતા." 'ટીઝર સાથે જ ફિલ્મી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. શેતાન ફિલ્મ 8 માર્ચ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Advertisement

વિકાસ બહલ ડાયરેક્ટેડ ફિલ્મ શૈતાનનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. આ ટીઝરમાં અજય દેવગન અને જ્યોતિકાની પણ એક ઝલક દેખાય છે. જેઓ આર માધવનથી ડરેલા જોવા મળે છે. ફિલ્મના પહેલા ટીઝર પરથી જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આર માધવન આ ફિલ્મમાં શૈતાનનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી શું હશે તે જાણવા માટે હવે દર્શકો 8 માર્ચની આતુરતાથી રાહ જોશે.

આ પણ વાંચો - ભારતના એક નાનકડા ગામની કહાની પહોંચી OSCARS, જાણો તેમાં શું છે ખાસ

Tags :
Advertisement

.

×