77
યુનાઈટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સ એટલે કે (લંડનની સંસદમાં ) યોજાયેલી એવૉર્ડ સેરેમની “એશિયન યુકે બિઝનેસ એવૉર્ડ 2023” માં શ્રી સિદ્ધિ ગૃપ ઓફ કંપનીઝને એક નહીં પણ બબ્બે મોંઘેરા સન્માન મળ્યાં.

ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઈન્ડિયાને મળ્યું છે સાત સમંદર પાર સન્માન.
આઈડિયાઝ ફોર ઈન્ડિયા કૉન્ફરન્સ અંતર્ગત આ એવૉર્ડ સેરેમની યોજાઈ જેમાં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઈન્ડિયાએ મેળવ્યો ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા હાઉસ ઈન ઈન્ડિયાનો મહામુલો એવોર્ડ તો બીજી તરફ શ્રી સિદ્ધિ ગૃપ ઓફ કંપનીઝની રિયલ એસ્ટેટ એકમને પણ મળ્યો વિશિષ્ટ એવોર્ડ. શ્રી સિદ્ધિ ગૃપને મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની ઈન ઈન્ડિયા એવૉર્ડથી સન્માનિત કરાઈ. બંને સન્માન શ્રી સિદ્ધિ ગૃપ વતી એમ.ડી. શ્રી જસ્મીનભાઈ પટેલે સ્વીકાર્યાં.

ત્રણ ભાષાઓમાં સંચાલિત ગુજરાતનું પ્રથમ મીડિયા હાઉસ
આ સન્માન ખાસ એટલાં માટે છે કે શ્રી સિદ્ધિ ગૃપે રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા ૩૦ વર્ષોથી હંમેશા ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. અને હવે મીડિયા ક્ષેત્રે પણ શ્રી સિદ્ધિ ગૃપને નવી ઊંચી ઉડાન મળી છે.ટૂંક જ સમયમાં ધારદાર,અસરદાર અને માનવીય મુલ્યોંને પ્રાધાન્ય આપીને જનતાનો વિશ્વાસ અને દર્શનોના આશિર્વાદ જીત્યો છે. આજે ગુજરાત ફર્સ્ટ ગુજરાતની મોસ્ટ એડવાંસ , હાઈ-ટેક અને સૌથી વધુ ડિસ્ટ્રીબ્યુટેડ ટીવી ચેનલ અને ડિજીટલ નેટવર્કને દેશ વિદેશમાં સફળતા મળી રહી છે અને એનઆરઆઈ લોકોની પહલી પસંદ બની છે. ગુજરાત ફર્સ્ટ ( Gujarati) અને ઓટીટી ઇંડિયા ( Hindi,English) આમ ત્રણ ભાષાઓમાં સંચાલિત ગુજરાતનું પ્રથમ મીડિયા હાઉસ બન્યું છે .

દર્શકોનો આભાર
શ્રી સિદ્ધિ ગૃપની આ સિદ્ધિ દર્શકો અને વાચકોને આભારી છે. તેમના પ્રેમ અને સહકારથી ખુબ ઓછા સમયમાં શ્રી સિદ્ધિ ગૃપ અને ગુજરાત ફર્સ્ટ તથા ઓટીટી ઇંડિયાને લોકોના હ્રદયમાં સ્થાન મળ્યું છે. શ્રી સિદ્ધિ ગૃપ આ માટે તમામ દર્શકો અને વાચકોનો આભાર વ્યક્ત કરે છે