Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારે વરસાદના પગલે ગુજરાતનાં 18 ડેમો હાઇ એલર્ટ પર,જાણો સ્થિતિ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે 18 ડેમો...
ભારે વરસાદના પગલે ગુજરાતનાં 18 ડેમો હાઇ એલર્ટ પર જાણો સ્થિતિ
Advertisement

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

વરસાદના પગલે 18 ડેમો માટે ચેતવણી જાહેર
વરસાદના પગલે કચ્છના 4 અને સૌરાષ્ટ્રના 3 એમ કુલ સાત ડેમો ઓવર ફ્લો થયા છે. ગુજરાતના 206 ડેમો પૈકી કુલ 18 ડેમ હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જ્યારે 80થી 90 ટકા ડેમો છલકાયા હો તેવા બે જળાશય પર એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી છે. સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં પાણીનો સંગ્ર વધીને 41.30 ટકાએ પહોંચ્યો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 53.14 ટકા જળસંગ્રહહ છે. કચ્છના 20 ડેમોમાં 49.75 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 47.10 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.19 ટકા. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.73 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 26.98 ટકા પાણી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 26.85 ટકા પાણી સંગ્રહ છે.

Advertisement

આપણ  વાંચો -

Advertisement

Tags :
Advertisement

.

×