Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ મનપાનો મોટો છબરડો, ખાનગી પ્લોટ પર બનાવી દીધો રસ્તો

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓનો એક મોટો છબરડો સામે આવ્યો છે. ખાનગી પ્લોટ પર મનપાએ રસ્તો બનાવી દીધો છે. ટી.પી. સ્કીમ 9 સાથે ટી.પી સ્કીમ. ડ્રાફ્ટ 11 પણ આવેલી છે જે હજુ ફાઈનલ થઈ નથી છતાં ત્યાં ખાનગી માલિકના પ્લોટ ઉપર જ...
રાજકોટ મનપાનો મોટો છબરડો  ખાનગી પ્લોટ પર બનાવી દીધો રસ્તો
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓનો એક મોટો છબરડો સામે આવ્યો છે. ખાનગી પ્લોટ પર મનપાએ રસ્તો બનાવી દીધો છે. ટી.પી. સ્કીમ 9 સાથે ટી.પી સ્કીમ. ડ્રાફ્ટ 11 પણ આવેલી છે જે હજુ ફાઈનલ થઈ નથી છતાં ત્યાં ખાનગી માલિકના પ્લોટ ઉપર જ મનપા ની બાંધકામ વિભાગ દ્વારા ડામર કામ અને મેટલિંગ કામ કરી નાખ્યું છે.

મહત્વનું છે કે, શહેરના 150 ફૂટ રોડ નજીક આવેલ શીતલ પાર્કથી જામનગર રોડ તરફ જવાના રસ્તામાં ટીપી સ્કીમ બન્યા વગર જ ખાનગી પ્લોટ ઉપર ડામર કામ કરી નાખતા વિવાદ સર્જાયો છે. મનપા દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ 9 ફાઈનલ માટે રસ્તો કબ્જે લઈને બાંધકામ વિભાગને સોંપવામાં આવ્યો હતો. જોકે એક રીતે હજુ પણ ખાનગી માલિકના કબ્જા હેઠળના પ્લોટમાં મનપા દ્વારા દબાણ કર્યાની વિગતો સામે આવી હતી. જેને પગલે ખાનગી માલિકે પોતાના કબજાની જગ્યા બચાવવા ત્યાં વન્ડો વારી લીધો હતો.

Advertisement

આ મામલે ઘટના મીડિયામાં આવતા ટાઉન પ્લાનિંગ વિભાગ અને મનપા તંત્ર સફાળુ જાગ્યું હતું. આ મામલે ટી.પી. વિભાગના અધિકારી એમ.ડી.સાગઠીયા મીડિયામાં નિવેદન આપ્યું કે, ત્યાં ટી.પી સ્કીમ 11 નો ડ્રાફ્ટ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો છે. સ્કીમની મંજૂરી મળશે ત્યારે રસ્તાનું કામ આગળ વધારાશે. જ્યાં રસ્તો કાઢ્યો છે તે જગ્યા કાગળ ઉપર કપાતમાં છે. મંજૂરી મળશે ત્યાં રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે. જ્યા ડામર કામ થયું છે તે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નહી પણ અન્ય શાખા દ્વારા થયું હોવાની વાત જણાવી છે.

Advertisement

આ પણ વાંચો : Surat : The Kerala Story જોવા જનાર માટે રિક્ષા સેવા ફ્રી

Tags :
Advertisement

.

×