Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad થી ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

બોટાદ (Botad) ની પેઢી ખાતેથી રૂ. 4.8 લાખની કિંમતનો 2438 કિ.ગ્રા. ભેળસેળયુક્ત મરચા પાવડર (chilli powder) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, બોટાદ જી.આઈ.ડી.સી. (Botad GIDC) ખાતે મરચા પાવડર (chilli powder)...
botad થી ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ
Advertisement

બોટાદ (Botad) ની પેઢી ખાતેથી રૂ. 4.8 લાખની કિંમતનો 2438 કિ.ગ્રા. ભેળસેળયુક્ત મરચા પાવડર (chilli powder) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, બોટાદ જી.આઈ.ડી.સી. (Botad GIDC) ખાતે મરચા પાવડર (chilli powder) માં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી પેઢી ખાતે તપાસ હાથ ધરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. 5 લાખની કિંમતનો 2438 કિ.ગ્રા. ભેળસેળયુક્ત મરચા પાવડર (chilli powder) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં જપ્ત કરાયો

વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું કે, બોટાદ (Botad) રાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાતમીના આધારે મે. પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝ રેડ કરતા સ્થળ પર મરચા પાવડર (chilli powder) ના જથ્થા સાથે કોર્ન પાવડર અને Oleoresin paprika મળ્યો હતો. આ સામગ્રી મરચા પાવડરમાં ભેળસેળ કરીને વેચાણ થતું હોવાની પ્રબળ આશંકાના આધારે પેઢીના માલિક ભરતભાઈ દેગાની હાજરીમાં મરચા પાવડર, કોર્ન પાવડર અને Oleoresin paprika ના 03 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. 4.8 લાખની કિંમતનો આશરે 2438 કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement

અહેવાલ - સંજય જોશી

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : નશો કરવા માટે રુપિયા ના હોવાથી 2 શખ્સોએ લૂંટ ચલાવી

આ પણ વાંચો - Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

આ પણ વાંચો - મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરશ્રી દ્વારા ૩૧ જેટલી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક એકમો સાથે MOU કરાયા

Tags :
Advertisement

.

×