ભુજ હવાઈ મથકે કાર્ગો સર્વિસ શરૂ કરવા બેઠક યોજાઈ
અહેવાલ - કૌશિક છાયા,ક્ચ્છ
ભુજથી એર કનેક્ટિવિટી વધારવા તેમજ કાર્ગો સર્વિસ શરૂ કરવા માટે ભુજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કચ્છના વેપારી આગેવાનો તત્વચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના પ્રારંભે સર્વેનું ભુજ એરપોર્ટના મેનેજર નવીનકુમાર સાગર દ્વારા પુષ્પગુછ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આગામી દિવસોમાં ભુજથી કાર્ગો માટેની સર્વિસ શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે કચ્છ જિલ્લો દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્રમાં પણ નામના મેળવી રહ્યું છે ત્યારે લોકોને વધુ સારી સુવિધા મળે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભુજ એરપોર્ટના નવીનકુમાર સાગરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભુજથી મુંબઈ વચ્ચે નવા નવી ફ્લાઇટ શરૂ થાય તે માટેની ચર્ચા વિચારણા સાથે કાર્ગો સર્વિસ મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ તકે ગ્લોબલ કચ્છ ફેડરેશનના વાઇસ ચેરમેન ચંદ્રકાંત ભાઈ ચોથાણી, ભુજ ચેમ્બર ઓફ કોમર્સના અનિલભાઈ ગોર ,એમ એસ જોહર ,મનીષભાઈ કનવત, કુંજન જોશી ,રવિવીર ચૌધરી સહિતના આઘેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - સાળંગપુરમાં શતામૃત મહોત્સવમાં અનોખું આયોજન