Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : દિવાળીની રાત્રે નબીરાઓ બન્યા બેફામ, રેસિંગના ચક્કરમાં મર્સિડીઝ અને ઓડી કારે 3 કારને અડફેટે લીધી

અમદાવાદમાં ફરી નબીરાઓ બન્યા બેફામ સિંધુભવન રોડ પર મોડી રાત્રે સર્જાયો અકસ્માત રેસિંગના ચક્કરમાં એકબીજાથી અથડાઈ કાર મર્સિડીઝ અને ઓડી કાર ચાલકે રેસ લગાવી અકસ્માત બાદ દારૂ, નંબર પ્લેટ લઈને ફરાર અમદાવાદમાં તથ્ય કાંડ ફરી યાદ અપાવે તેવો કિસ્સો સિંધુ...
ahmedabad   દિવાળીની રાત્રે નબીરાઓ બન્યા બેફામ  રેસિંગના ચક્કરમાં મર્સિડીઝ અને ઓડી કારે 3 કારને અડફેટે લીધી
Advertisement

અમદાવાદમાં ફરી નબીરાઓ બન્યા બેફામ
સિંધુભવન રોડ પર મોડી રાત્રે સર્જાયો અકસ્માત
રેસિંગના ચક્કરમાં એકબીજાથી અથડાઈ કાર
મર્સિડીઝ અને ઓડી કાર ચાલકે રેસ લગાવી

અકસ્માત બાદ દારૂ, નંબર પ્લેટ લઈને ફરાર

Advertisement

અમદાવાદમાં તથ્ય કાંડ ફરી યાદ અપાવે તેવો કિસ્સો સિંધુ ભવન રોડ પર બન્યો છે. દિવાળીની મોડી રાત્રે સિંધુભવન રોડ પર રેસિંગના ચક્કરમાં મર્સિડિઝ અને ઓડી કાર ચાલકે રેસ લગાવતા અકસ્માત સર્જાયો હતો. રેસિંગના ચક્કરમાં એક સાથે  ગાડીઓ અથડાઇ હતી. બંને ગાડીઓ વર્ના કાર જોડે અથડાઇ હતી. નબીરાઓ  નશો કરેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કાર ચાલક રિતેશ પટેલની ધરપકડ કરી છે

Advertisement

મર્સિડીઝ અને ઓડી કાર ચાલકે રેસ લગાવી

લક્ઝુરિયસ ગાડીઓની રેસિંગનો શોખ ધરાવતા નબીરાઓએ ફરી એક વાર અમદાવાદમાં લોકોના જીવન જોખમમાં મુક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સિંધુભવન રોડ પર નબીરાઓ વચ્ચે રેસિંગના ચક્કરમાં એકબીજા સાથે બે લક્ઝુરિયસ કાર અથડાઇ હતી. રીશિત મયુરભાઈ પટેલ નામનો યુવક મર્સિડીઝ કાર ચલાવી રહ્યો હતો.મર્સિડીઝ કારમાં ત્રણ લોકો સવાર હતા. રિશીત પટેલ આરએમ બાયોવિસ્ટાનો એમડી છે. 

એક સાથે 2 ગાડીઓનો અકસ્માત સર્જાયો

મળેલી માહિતી મુજબ મર્સિડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારના 03: 26 વાગે આ અકસ્માત સર્જાયો હતો. મર્સિડીઝ અને ઓડી કાર વચ્ચે રેસિંગ થયું હતું અને તેના ચક્કરમાં એક સાથે 3 ગાડીઓનો અકસ્માત સર્જાયો હતો. વર્ના કાર ચાલકે આરોપ લગાવ્યો કે આ કારમાં બે યુવતી અને દારુ પણ હતો.

મર્સિડીઝનું ટાયર નિકળ્યા પછી પણ 500 મીટર ગાડી ઢસડાઇ 

મર્સિડીઝનું ટાયર નિકળ્યા પછી પણ 500 મીટર ગાડી ઢસડાઇ હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.  રેસિંગના ચક્કરમાં 3 ગાડીઓનો અકસ્માત થયો હતો.

કાર ચાલક નશામાં હતો

આ મામલે પોલીસે જણાવ્યું કે સાઉથ બોપલમાં રહેતા ફરિયાદી ભાવેશ હસમુખભાઇ ચોક્સી પોતાની વર્ના કાર લઇ ફેમિલી સાથે ઝાઝરમાન ચાર રસ્તા થઇ અંદાજે 100 ફૂટ આગળ પસાર થતા હતા ત્યારે તેમની પાછળથી મર્સિડીઝ કારના ચાલક રિશીત મયુરભાઇ પટેલ (રહે, સોલીટેઇર બંગ્લોઝ, સિમ્સ હોસ્પિટલની બાજુમાં, સાયન્સ સિટી) પોતાની કાર નશો કરેલી હાલતમાં પુરઝડપે અને બેદરકારી તથા ગફલતભરી રીતે ચલાવી લાવી તેની કારની જમણી બાજુ આગળના ભારે ફરિયાદીની વર્ના કારની ડાબી બાજુ પાછળના ભાગે અથડાવી દીધી હતી જેથી કાર ગોળ ફરી જતાં પાછળ આવતી હાઇ-10 કાર સાથે અથડાઇ ગઇ હતી અને બંને કારને નુકશાન કર્યું હતું જે અંગે એન ડીવી ટ્રાફઇક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

શું કહ્યું પોલીસે 

આ અંગે ટ્રાફિક એસીપી એસ.જે મોદીએ જણાવ્યું કે મર્સિડીઝ રિશીતના પિતા મયુર પટેલના નામે છે અને રિશીત સામે અકસ્માતનો ગુનો નોંધાયો છે. રિશીતે પ્રાથમિક દ્રષ્ટિએ કેફી પીણું પીધું હોઇ શકે. આરોપીની મેડિકલ તપાસ કરાશે. અકસ્માત સમયે કારમાં 3 લોકો સવાર હતા. રિશીતે સિંધુ ભવનથી નાસ્તો કરીને ઘેર જતાં અકસ્માત કર્યો હતો. આ બનાવમાં અન્ય એક કારને પણ ટક્કર વાગી હતી. અકસ્માત સમયે આરોપી રિશીત પટેલ કાર ચલાવતો હતો.

મારો એકલાનો વાંક ન હતો.

પોલીસે આરોપી રિતીશ પટેલની ધરપકડ કરી છે. તેણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મારા એકલાનો ફોલ્ટ ન હતો. ફોલ્ટ બંને લોકોનો હતો અને તેથી બનાવ બન્યો. આ ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ નથી. મારો ડ્રાઇવર ડ્રાઇવ કરતો હતો અને અમે રેસિંગ કરતા ન હતા. દારુના ગ્લાસ મારા નથી. એ ભાઇ જમણી બાજુ વાળી રહ્યા હતા અને તેમણે શોર્ટ બ્રેક મારી તેમાં મારી ગાડી અડી ગઇ હતી. મારી ગાડી 80 કિમીની સ્પીડે હતી. હું મારા મિત્રને ડ્રોપ કરીને ઘેર જઇ રહ્યો હતો. ગાડી ઠોકાઇ તે મારી ભુલ છે. બીજી કઇ ગાડી હતી તે મને ખબર ન હતી. મને બચાવવા કોઇ આવ્યું ન હતું. હું તો પોલીસની સાથે હતો. બધુ પોલીસની સમક્ષ છે તેમ તેણે કહ્યું હતું.

આ પણ વાંચો---AMBAJI : મેર મેરાયુ, અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા…

Tags :
Advertisement

.

×