Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાડીલાલ આઈસક્રીમ દ્વારા ‘’દિલ બોલે વાહ વાહ વાહ’’ કેમ્પેનની આકર્ષક સંગીતની સફળતા માટે કરાઈ ખાસ ઉજવણી

દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તે સંગીતની શક્તિ અને વૈશ્વિકતાની ઉજવણી કરે છે. આ દિવસ જાણીતા બ્રાન્ડ્સને પોતાની જાતને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવા અને તેના તમામ સ્વરૂપોમાં સંગીતની સુંદરતાની...
વાડીલાલ આઈસક્રીમ દ્વારા ‘’દિલ બોલે વાહ વાહ વાહ’’ કેમ્પેનની આકર્ષક સંગીતની સફળતા માટે કરાઈ ખાસ ઉજવણી
Advertisement

દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તે સંગીતની શક્તિ અને વૈશ્વિકતાની ઉજવણી કરે છે. આ દિવસ જાણીતા બ્રાન્ડ્સને પોતાની જાતને સર્જનાત્મક રીતે વ્યક્ત કરવા અને તેના તમામ સ્વરૂપોમાં સંગીતની સુંદરતાની પ્રશંસા કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

દેશભરમાં આઇસક્રીમની સૌથી વિશ્વસનીય અને પ્રિય બ્રાન્ડ પૈકીની એક વાડીલાલને પણ તાજેતરમાં અભિવ્યક્તિના સર્જનાત્મક સ્વરૂપ તરીકે સંગીત અને ગીતની શક્તિશાળી ક્ષમતાનો અહેસાસ થયો અને સંગીતને બિરદાવા માટે તેમને અર્બન ચોક (23મી જૂન) અને અમદાવાદ વન મોલ (24મી જૂન) ખાતે સર્જનાત્મક ફ્લેશ મોબ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. વાડીલાલનું તાજેતરના દિલ બોલે વાહ વાહ વાહ અભિયાનમાં એક આકર્ષક અને ઉત્સાહી ગીત 'દિલ બોલે વાહ વાહ વાહ' ને લોકો દ્વારા ખુબ જ સરાહના કરવામાં આવ્યું છે અને એટલે એ એક સફળ અભિયાન બન્યું છે. એના સફળતા માટે જ આ ફ્લેશ મોબ એકટીવીટીની કલ્પના કરવામાં આવી હતી. જેથી દરેક લોકો વાડીલાલના “દિલ બોલે વાહ વાહ વાહ” ગીતના તાલે ઝૂમી સંગીત તથા ગીતનો આનંદ માણી શકે.

Advertisement

Advertisement

વાડીલાલના નવા સફળ ગીત ‘દિલ બોલે વાહ વાહ વાહ’ માટે આ ફ્લેશ મોબ ઇવેન્ટનું સંચાલન ઔરા ડાન્સ નામના ક્રૂ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા સંગીત અને ધબકારાથી લઈને ડાન્સ મૂવ્સ સુધીની દરેક વસ્તુને તમામ ઉંમરના લોકો માટે અને એમને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવી હતી, જે વાડીલાલ બ્રાન્ડનો પ્રાથમિક હેતુ હતો. આ ગીતની શૈલી એવી સરળ છે કે તેને દરેક ડાન્સ શૈલીની સામગ્રીમાં સરળતાથી કરી શકાય છે. એક સર્જક તેના પર હિપ હોપ કરી શકે, ડાન્સ કરી શકે, ફ્યુઝન ડાન્સ પણ કરી શકે છે અથવા ફક્ત તેના ગ્રુવી બીટ્સ પર આગળ વધી શકે. આ ગીત એકદમ આકર્ષક, ફંકી અને લોકો આનંદ માણી શકે એમ છે.

બંને સ્થાનો પર એક પ્રોફેશનલ માસ્ટર ઓફ સેરેમનીએ શ્રોતાઓ સાથે વાર્તાલાપ કર્યો અને શ્રોતાઓને વાડીલાલના ગીત તરફ આકર્ષિત કર્યા. એન્કરે લોકોને કેટલીક ખૂબ જ રસપ્રદ રમતો પણ રમાડી અને પ્રેક્ષકોએ વાડીલાલ આઈસ્ક્રીમનો ભરપૂર આનંદ મિત્રો તથા ફેમિલી સાથે માણ્યો. આ પ્રકારના ઇવેન્ટ સાથે અમદાવાદના લોકો સંગીત અને ગીતના તાલ સાથે ખુબ જુમ્યા અને ભરપૂર આનંદ માણ્યો છે અને જણાવ્યા પ્રમાણે આ પ્રકારના ઇવેન્ટ સતત થતા રહે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો - અદાણીએ ‘જીતેંગે હમ’ ના નારા સાથે 2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે અભિયાન શરૂ કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - પ્રદિપ કચિયા

Tags :
Advertisement

.

×