Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Una : રેઇડ બાદ પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓને ACBનું તેડું

ઉના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ (Una Ahmedpur Mandvi Check Post) પર ACBની રેડનો મામલો હવે ગરમાયો છે. ઉના (Una)ના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને ACBનું તેડું આવ્યું છે. ACB નોટિસ ફટકારી પીઆઇ અને 6 પોલીસ કર્મીઓને હાજર રહેવા જણાવ્યું...
una   રેઇડ બાદ પી આઈ અને 6 પોલીસ કર્મચારીઓને acbનું તેડું
Advertisement

ઉના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ (Una Ahmedpur Mandvi Check Post) પર ACBની રેડનો મામલો હવે ગરમાયો છે. ઉના (Una)ના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને ACBનું તેડું આવ્યું છે. ACB નોટિસ ફટકારી પીઆઇ અને 6 પોલીસ કર્મીઓને હાજર રહેવા જણાવ્યું છે. જો કે ઉના (Una) PI એન.કે.ગોસ્વામી રજા પર ઉતરી જતાં તર્કવિતર્ક થઇ રહ્યા છે.

30 ડીસેમ્બર ના રોજ સાંજના સમયે અચાનક રેઇડ

ઉલ્લેખનિય છે કે ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ દીવ નજીક આવેલ ઉના (Una) અહેમદપૂર માંડવી ચેકપોસ્ટ પર ગત 30 ડીસેમ્બર ના રોજ સાંજના સમયે અચાનક રેઇડ કરી હતી. એસીબીની રેઇડ થતાં ચેકપોસ્ટ પર અફરાતફરી મચી ગઇ હતી. જો કે સ્થળ પરથી અધિકારીનો વહિવટદાર પકડાઇ ગયો હતો પણ 10થી વધુ પોલીસના માણસો ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ગીર સોમનાથ તેમજ પોરબંદરની ટીમ ઉનામાં એક પોલીસ કર્મીના ઘેર દરોડા પાડી સર્ચ કર્યું હતું અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટના સીસી ટીવી પણ કબજે કર્યા હતા. ઝાંડી ઝાંખરામાંથી પોલીસની વર્દી પણ મળી આવતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.

Advertisement

Advertisement

ઉનાના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને ACBનું તેડું

જો કે હવે ઉના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર ACBની રેડનો મામલો હવે ગરમાયો છે. ઉનાના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને ACBનું તેડું આવ્યું છે. ACB ના નિયામક બી.એલ. દેસાઈ દ્વારા નોટિસ ફટકારી છે. જેમાં ઉના PI એન.કે.ગોસ્વામી સહિત 6 પોલીસકર્મીને નોટિસ અપાઇ છે. તમામને ઉના પોલીસ મારફતે નોટિસ બજાવવામાં આવી છે.

ઉના PI એન.કે.ગોસ્વામી રજા પર ઉતરી જતાં તર્કવિતર્ક

બીજી તરફ ઉના PI એન.કે.ગોસ્વામી રજા પર ઉતરી જતાં તર્કવિતર્ક થઇ રહ્યા છે. ACBએ આ તમામ અધિકારીઓને હાજર થઇને નિવેદન લખાવવા જણાવ્યું છે. ACB ની રડારમાં P I એન.કે. ગોસ્વામી, ASI નિલેશ છગનભાઈ મૈયા, HC અભેસીંગ ભવાનભાઇ, HC મહેશ ભગવાનભાઇ, PC રમેશ વેલજીભાઇ, PC ઉદેસિંહ જગમાલભાઈ PC હિરેન રમેશભાઇ છે જેમને નોટિસ અપાઇ છે.

નિલેશ તડવીએ ACB સમક્ષ વટાણા વેરી દીધા

ચેક પોસ્ટ પર થી ACB ના હાથે ઝડપાયેલા કથિત વહીવટદાર નિલેશ તડવીએ ACB સમક્ષ વટાણા વેરી દીધા હતા. જેથી પોલીસ અધિકારીઓના પગ તળે રેલો આવી ગયો છે. એસ.પી. મનોહરસિંહ જાડેજા એ પણ ACB ના રિપોર્ટ આવ્યે કડક કાર્યવાહીની તૈયારી દર્શાવી છે. આગામી સમયમાં ઉના પોલીસ તંત્રમાં નવાજુની થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો----GANDHINAGAR NEWS : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી આવશે ગુજરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×