Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : દંપતિ પાસેથી 60 હજારનો તોડ કરવા ગયા 3 ટ્રાફિક પોલીસ કર્મી, આખરે ધરપકડ

અહેવાલ -પ્રદિપ કચીયા,અમદાવાદ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તાર માં દંપતી પાસે થયો 60 હજાર નો તોડ કરવાના કેસમાં બે પોલીસ કર્મી સહિત એક TRB જવાનની સોલા પોલીસે ધરપકડ કરી લીધી છે . ઉલ્લેખનીય છે કે તથ્ય કેસ બાદ ટ્રાફિક પોલીસ...
ahmedabad   દંપતિ પાસેથી 60 હજારનો તોડ કરવા ગયા 3  ટ્રાફિક પોલીસ કર્મી  આખરે ધરપકડ
Advertisement

અહેવાલ -પ્રદિપ કચીયા,અમદાવાદ

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તાર માં દંપતી પાસે થયો 60 હજાર નો તોડ કરવાના કેસમાં બે પોલીસ કર્મી સહિત એક TRB જવાનની સોલા પોલીસે ધરપકડ કરી લીધી છે . ઉલ્લેખનીય છે કે તથ્ય કેસ બાદ ટ્રાફિક પોલીસ ને રાત્રે પણ ટ્રાફિક પોલીસ ને ડ્યુટી સોંપાય હતી પણ આ ટ્રાફિક પોલીસ એ તોડ કરવાનું શરૂ કર્યું

Advertisement

Advertisement

બે પોલીસ કર્મીએ દંપતી નો 60 હાજરનો તોડ કર્યાની ફરિયાદ નોંધાવી 

તથ્ય અકસ્માત કેસ બાદ શહેર પોલીસ કમિશનરે રાત્રે પણ SG હાઈવે આસપાસ ટ્રાફિક પોલીસને નોકરી સોંપી હતી ત્યારે A ટ્રાફિક પોલીસ સ્ટેશન ના બે પોલીસ કર્મી એ દંપતી નો 60 હાજરનો તોડ કર્યાની ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તોડ કરનારા પોલીસ કર્મીઓ ASI મુકેશભાઈ રામ ભાઈ ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી છે

સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ નજીક એરપોર્ટ થી પોતાના ઘરે જતા દંપતી ને કેસ કરવાનો ડર દેખાડી ને બળજબરી પૂર્વક 60 હજાર રૂપિયા પડાવી લીધા હતા ત્યારે ફરિયાદ નોંધાતા સોલા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં એ ટ્રાફિક પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પોલીસ કર્મી ની નોકરી બનાવ ના સમયે નોકરી એ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં હોવાનું તપાસમાં સામે આવતા ત્રણેય ની ત્રણેય ની ધરપકડ કરી છે આ પોલીસ કર્મી નીનોકરી સ્પીડ ગનમાં આવા માં આવી હતી પકડાયેલા ASI મુકેશભાઈ રામ ભાઈ ચૌધરી વર્ષ 2016માં પોલીસ માં ભરતી થયા હતા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ વર્ષ 2017માં પોલીસ માં ભરતી થયા હતા..

ત્યારે સોલા પોલીસે પોલીસ કર્મીઓ ની ધરપકડ કરતા આ કેસમાં લાંચ રૂશ્વત કેસની કલમનો ઉમેરો કરવા માટે તજવીજ હાથ ધરી છે સાથે એ પણ તપાસ શરુ કરી છે કે આ સિવાય અન્ય લોકો પાસે થી પણ આ પ્રકારે પૈસા પડાવ્યા છે કેમ

આ પણ  વાંચો-અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કોકેઈન સાથે યુગાન્ડા મહિલા સહિત 3ની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×