Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : નિકોલમાં ફરવા નીકળેલા પરિવારને કારે મારી જોરદાર ટક્કર, જુઓ આ ભયાવહ CCTV ફૂટેજ

અમદાવાદ નિકોલના ગૂરૂકુલ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ઉડાવ્યું રાત્રે ચાલવા નીકળેલા પરિવારને કારે મારી ટક્કર ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરિવારના સભ્યો સારવાર હેઠળ ટ્રાફિકના આઈ ડિવિઝન પોલીસે ગુનો નોધી કાર નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરી AHMEDABAD : અમદાવાદના...
ahmedabad   નિકોલમાં ફરવા નીકળેલા પરિવારને કારે મારી જોરદાર ટક્કર  જુઓ આ ભયાવહ cctv ફૂટેજ
Advertisement
  • અમદાવાદ નિકોલના ગૂરૂકુલ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ઉડાવ્યું
  • રાત્રે ચાલવા નીકળેલા પરિવારને કારે મારી ટક્કર
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરિવારના સભ્યો સારવાર હેઠળ
  • ટ્રાફિકના આઈ ડિવિઝન પોલીસે ગુનો નોધી કાર નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરી

AHMEDABAD : અમદાવાદના ( AHMEDABAD ) નિકોલમાંથી હવે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નિકોલના ગૂરૂકુલ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ટક્કર મારી હતી અને કાર ચાલક ઘટના સ્થળ ઉપરથી નાસી ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના ભયાનક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ( AHMEDABAD ) નિકોલ વિસ્તારમાં રાત્રિના સમયમાં એક પરિવાર ફરવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યો શાંતિથી ફરી રહ્યા હતા તે સમય દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. આ ઘટનામાં દંપતી, દીકરી અને એક અન્ય યુવક ઘાયલ થયો હતો. કારની ટક્કર થતાં જ પરિવારના સભ્યો કૂદીને આગળ પડ્યા હતા. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. પહેલા તો કાર ચાલકે કારની સ્પીડ ધીમી કરી હતી પરંતુ તે ત્યાર બાદ પોતાની કાર લઈ ભાગી છૂટયો હતો.

Advertisement

Advertisement

આ ઘટનામાં પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને AHMEDABAD  ટ્રાફિકના આઈ ડિવિઝન પોલીસે ગુનો નોધી કાર નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે .

આ પણ વાંચો : રાજ્યમાં ફાસ્ટફૂડના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા, 40 કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ

Tags :
Advertisement

.

×