Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : જુહાપુરા-ફતેવાડીમાં જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા, તમામ આરોપીઓ ફરાર

અમદાવાદનાં (Ahmedabad) જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં ફરી એકવાર અસમાજિક તત્વોએ બાનમાં લીધો હોય તેવી વધુ એક ઘટના બની છે. એક દિવસ પહેલાં થયેલા ઝધડાની અને ગેરકાયદેસરના ધંધાની અદાવત રાખીને અમુક શખ્સોએ હથિયારોથી હુમલો કરી એક યુવકની કરપીણ હત્યા કરી નાખી છે....
ahmedabad   જુહાપુરા ફતેવાડીમાં જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા  તમામ આરોપીઓ ફરાર
Advertisement

અમદાવાદનાં (Ahmedabad) જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં ફરી એકવાર અસમાજિક તત્વોએ બાનમાં લીધો હોય તેવી વધુ એક ઘટના બની છે. એક દિવસ પહેલાં થયેલા ઝધડાની અને ગેરકાયદેસરના ધંધાની અદાવત રાખીને અમુક શખ્સોએ હથિયારોથી હુમલો કરી એક યુવકની કરપીણ હત્યા કરી નાખી છે. આરોપીઓને પોલીસનો કે કાયદાનો ડર ન હોય એમ જાહેરમાં ડોનગીરી કરતાં નજરે પડ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે પરંતુ ગુનેગારો પોલીસ પકડથી દૂર છે.

અમદાવાદનાં (Ahmedabad) જુહાપુરાં (Juhapura) વિસ્તાર એક સમયે ગુનેગારોથી ખદબદતો હતો, જોકે થોડા સમય પહેલા આવેલા એક DCP એ જાણીતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા. પરંતુ, તેઓનાં ગયા પછી ફરી એકવાર ગુનેગારો વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા ગુનાખોરી તરફ આગળ વધી રહ્યા છે. ફતેવાડી વિસ્તારમાં નાઝ પાર્લર પાસે મંગળવારે રાત્રે 10 વાગે 30 વર્ષીય સજ્જાદ હુસૈન મોમીનને કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ધા ઝીંકી મોતને ધાટ દીધો હતો. જે ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે 8 જેટલાં શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

Advertisement

તલવાર, લાકડી અને છરી જેવા હથિયારો કર્યો હુમલો

સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે જુહાપુરા-ફતેવાડીનાં (Juhapura Fatewadi) મુસ્તકીમ ઉર્ફે મુસ્કીન પઠાણ (Muskeen Pathan), અલ્લારખા ઉર્ફે ડેરિંગ કુરેશી, અરબાજ ઉર્ફે પોંદી સૈયદ, સોહિલ ઉર્ફે બદ્દા સૈયદ, અફસાના કુરેશી અને અન્ય 3 જેટલાં શખ્સોએ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો છે. આ ઘટનાને લઈને મૃતકનાં ભાઈ સજ્જાદ હુસૈન મોમીને ફરિયાદ નોંધાવી છે. મંગળવારે રાત્રે 10 વાગે આસપાસ ફરિયાદી તેના ભાઈ અને અન્ય મિત્રો સાથે ફતેવાડી નાઝ પાર્લર પર ઊભો હતો. ત્યારે આરોપીઓ ત્યાં તલવાર, લાકડી અને છરી જેવા હથિયારો સાથે આવ્યા હતા અને એક દિવસ પહેલા આરોપી મુસ્તકીમને મૃતકે માર માર્યો હતો, જેનો બદલો લેવાનું જણાવી તેમ જ પતાવી દેવાનો છે તેમ કહી હથિયારોથી હમલો કર્યો હતો. જે સમયે સદ્દામ હુસૈન મોમીનને ઈજાઓ પહોંચતા અન્ય લોકો તેને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેઓને પણ માર માર્યો હતો અને તમામ ફરાર થઈ ગયા હતા. જે બાદ સદ્દામને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.

Advertisement

અગાઉ થયેલા ઝઘડામાં હત્યા

ઘટના બની એના એક દિવસ પહેલા ફતેવાડી (Fatewadi) મસ્તાન મસ્જિદ પાસે સદ્દામ હુસૈન અને તેનો ભાઈ સજ્જાદ મોમીન, નઝીર મામા અને ઝમીર મામા આ 4 જણાંએ ભેગા મળીને દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા અને તે સમયે મુસ્તકીમ પઠાણને માર માર્યો હતો, જેને લઈને વેજલપુર પોલીસ મથકે (Vejalpur Police Station) ગુનો પણ નોંધાયો હતો. મૃતક અને આરોપીઓ તમામ હત્યા અને મારમારી સહિતનાં 13 ગુનાઓમાં સામેલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. ત્યારે વિસ્તારમાં ડ્રગ્સ (Drugs) અને દારૂના ધંધાની હરીફાઈમાં આ હત્યા બની હોય તેવું પોલીસનું અનુમાન છે. હાલ તો આ ગુનામાં સામેલ આરોપીઓ ફરાર હોય તેઓની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

અહેવાલ : રીમા દોશી

આ પણ વાંચો - Himmatnagar : પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી પતિએ કરી આત્મહત્યા, બંને સામે ફરિયાદ

આ પણ વાંચો - Kutch : સુરક્ષા એજન્સીઓની ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ, 12 દિવસમાં ઝડપ્યું આટલું ચરસ

આ પણ વાંચો - Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

Tags :
Advertisement

.

×