શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ મુદ્દે મોટો ખુલાસો, Gujarat First પાસે છે આગના EXCLUSIVE CCTV
AHMEDABAD: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ અત્યારે વિવાદમાં સપડાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ની શાંતિ એશિયાટિક સ્કૂલ (Shanti Asiatic School)માં લાગેલી આગનો મામલે મહત્વનો ખુલાસો થયો છે. નોંધનીય છે કે, શાળાનાં સંચાલકો ગઈકાલે આગની ઘટના છુપાવી હતી. પરંતુ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે આ આગની ઘટનાના એક્સક્લુઝીવ CCTV આવ્યા છે. અહીં આ CCTV ના દ્રશ્યો જ પુરાવા આપે છે આ ઘટનાને છાવરી લેવામાં આવી છે .
FSL સહિત ટીમ મોડી સાંજ સુધીમાં તપાસ પૂર્ણ કરશે
ઉલ્લેખનીય છે કે, FSL સહિત ટીમ મોડી સાંજ સુધીમાં તપાસ પૂર્ણ કરશે તેવું સામે આવ્યું છે. આ સાથે DEO અને પોલીસના ઉચ્ચ અધિકારી તપાસનું મોનિટરિંગ કરી રહ્યા છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોએ આગની વાત મોકડ્રિલમાં ખપાવી હોવાનું સામે આવ્યું છે. ભગવાન સ્વરૂપ બાળકોએ સ્કૂલની બનાવટી સ્ટોરી ખોલી નાખી છે. તમને જણાવી દઈએ કે, ચીરીપાલ ગ્રુપની સ્કૂલમાં વાલીઓને અંધારામાં રાખ્યા હોવાનું સામે આવતા વાલીઓમાં અત્યારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
રેસ્ક્યુ સમયે એક્ઝિટ ગેટની કોઈ વ્યવસ્થા નથી
તમને જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ આ ઘટના બનીનો અહેવાલ દર્શાવ્યો હતો. સૌથી મોટી બેદરકારી તો એ આવી હતી કે, રેસ્ક્યુ સમયે એક્ઝિટ ગેટની કોઈ વ્યવસ્થા નથી. એટલે એ વાત તો સાબિત થઈ છે કે, સંચાલકોની આ સૌથી મોટી બેદરકારી છે. કારણ કે રેસ્ક્યુ સમયે એકઝીટ ગેટની કોઈ વ્યવસ્થા નથી. તો આખરે આ શાળાને મંજૂરી કેવી રીતે મળી? કેમ બાળકોની જિંદગી સાથે રમતો રમવામાં આવે છે?
સ્કૂલ સંચાલકોએ આગની વાત મોકડ્રિલમાં ખપાવી
અત્યારે શાંતિ એશિયાટિક શાળામાં લાગેલી આગને ચોંકાવનારા CCTV ના દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વની વાત તો તે છે કે, CCTV ના દ્રશ્યો જ પુરાવા આપે છે આ ઘટના ને છાવરી લેવામાં આવી છે. જાણે બાળકોની જીવનની કોઈ કિંમત જ નથી. એટલું જ નહીં પરંતુ પ્રાથમિક તપાસમાં સ્કૂલ સંચાલકોએ આગની વાત મોકડ્રિલમાં ખપાવી હોવાનું પણ સામે આવ્યું છે.
શાંતિ એશિયાટિક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી
નોંધનીય છે કે, અત્યારે આગની ઘટના છૂપાવ્યા બાદ શાંતિ એશિયાટિક શાળા (Shanti Asiatic School) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શાંતિ એશિયાટિક શાળાને બંધ કરવા નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ના થયા ત્યાં સુધી શાળા બંધ રહેશે તેવી નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે. જો કે, તેમાં જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ શાળાને ઓફલાઇન શિક્ષણ શરુ કરવા મંજુરી અપાશે.