અમદાવાદ: સરસપુરમાં રૂના ગોડાઉનમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
અમદાવાદના સરસપુરમાં રુના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયરવિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા.
અમદાવાદમાં વહેલી સવારે સરસપુરમાં આવેલા રુના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.સવારના લગભગ 5 વાગે ગોડાઉનમાં આગ લાગી હતી.જે બાદ આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલુ કરી દેવામાં આવ્યા હતા.અને હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.જોકે જાણવા મળ્યું છે કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી.પણ ગોડાઉનના માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે આગની ઘટનામાં લગભગ 1 કરોડનું નુકશાન પહોંચ્યું છે.
આ પણ વાંચો - જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો ! ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર 9 વાહનો ડીટેન કરાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


