High Court: ‘શું અઢી વર્ષથી ઊંઘમાં હતા’ અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાને હાઈકોર્ટની ફટકાર
High Court, Ahmedabad: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ સુનાવણીમાં સરકાર તરફથી પક્ષ રાખવા બે એડિશનલ એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, સરકારમાં બાંધકામ માટે GDCRના નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ રાજકોટમાં બનેલી ઘટના બાદ GDCRના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આથી નિયમોનું પાલન ન થતું હોવાની અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ગેમ ઝોનમાં પણ કોઈ પણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાની રજૂઆત થઈ છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્ર પર અનેક કર્યા સવાલો
નોંધનીય છે કે, અત્યારે સરકાર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે. હાઈકોર્ટ (High Court) દ્વારા તંત્રને જોરદાર ફટકાર લગાવવામાં આવી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્ર પર અનેક સવાલો કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, ‘શું અમે એવું સમજીએ કે તમે આખ આડા કાન કર્યા હતાં? તમે અને તમારા અધિયરીઓ કરે છે શું?’ ઘટનામાં કેટલાક અધિકારીઓના ગેમઝોન પર ગયા હતા તે મામલે સવાલ કરતા હાઈકોર્ટે કહ્યું કે, જે અધિકારીઓ ત્યાં રમવા ગયા તે શું કરતા હતા? કોર્યે કહ્યું કે, 4 વર્ષથી હાઈકોર્ટે અનેક ચુકાદાઓ આપ્યા દિશા નિર્દેશ આપ્યા છતા પણ તેના બાદ પણ રાજ્યમાં 6 ઘટનાઓ બની છે. આ મશીનરીના ટ્રિગર થી લોકોના મોત થઈ રહ્યા છે. જેનેન લઈને કોર્ટે રાજકોટ મહાનગર પાલિકા પાસે કોર્ટે માંગ્યો ખુલાસો છે.
રાજકોટ મહાનગર પાલિકા પર હાઈકોર્ટની ફટકાર
આ બાબતે વધારે વાત કરીએ તો કોર્ટે કહ્યું કે, કેટલાક લોકોને ફરજમુક્ત કર્યા હોવાની માહિતી પણ મળી છે છે. તો આ ઘટના માટે જવાબદાર કોણ છે?. કોર્ટે તંત્ર પર ફટકાર લગાવતા કહ્યું કે, અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોષો નથી. વકીલો દ્વારા જવાબમાં કહેવામાં આવ્યું કે, ફરિયાદ નોંધવામાં પણ ઉતાવળ કરવામાં આવી છે.અત્યારે જે અધિકારીઓ છે તેના પર પગલાં લેવામાં આવી રહ્યા છે.
અનઅધિકૃત બાંધકામને કાયમી કરવા મામલે પણ હાઇકોર્ટમાં સવાલો
આખરે સવાલ છે કે, તે નિયમો શા માટે બનાવ્યા છે? નોંધનીય છે કે, ભરૂચ આગ, રાજકોટ આગ, સુરત આગ, અમદાવાદ આગ અને હોસ્પિટલ આગ જેવી ઘટનાઓ બની છે અને લોકો મરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે, તંત્ર તમામ રકમ વસૂલ કરે છે એ શેના માટે કરે છે?. તમને જણાવી દઇએ કે, અનઅધિકૃત બાંધકામને કાયમી કરવા મામલે પણ હાઇકોર્ટમાં સવાલો ઉઠ્યા હતાં. આ સાથે અરજદારે સવાલ કરતા કહ્યું કે, આ પ્રકારના બાંધકામ કોઈ પણ મંજૂરી વગર બાંધવામાં આવે છે. આ લોકો કોઈ નિયમોનું પાલન કરતા નથી, ફાયર સેફ્ટી હોતી નથી.
સરકારે HCમાં 28 લોકોના આગમાં મોત થયાની જાણકારી આપી
રાજકોટ અગ્નિકાંડ મામલે સરકારે HCમાં જાણકારી આપી હતી. સરકારે 28 લોકોના આગમાં મોત થયાની જાણકારી આપી છે. આ સાથે 'રાજ્યમાં તમામ સ્પોર્ટ્સ ગેમિંગ એક્ટિવિટી બંધ' કરી દેવામાં આવી છે તેવું જણાવ્યુ અને અમદાવાદમાં 2 ગેમઝોન પાસે મંજૂરી ન હોવાનો સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે, સરકાર દ્વારા રાજ્યભરમાંથી ગેમઝોનની વિગતો મંગાવવામાં આવી અને જેમાં વિગતોનું રિવ્યૂ કરીને ખામી જણાઈ તે સીલ પણ કરાયા છે. સરકારે કહ્યું કે, ઘટના તપાસ માટે SITનું ગઠન કરી 72 કલાકમાં અહેવાલ મંગાવ્યો હતો.
કોઈને પણ બક્ષવામાં નહીં આવેઃ HCમાં સરકારની બાંહેધરી
હાઇકોર્ટ (High Court)માં સુનાવણી દરમિયાન રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકારે બાંહેધરી આપી છે કે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. નોંધનીય છે કે, સરકાર વતી એડિશનલ AGએ કોર્ટમાં બાંહેધરી આપી હતી. આ સાથે એડિશનલ AGએ કહ્યું કે, અત્યાર સુધીમાં કાર્યવાહીના ભાગરૂપે 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુંમાં કહ્યું કે, 'ફાયર NOC વગર ગેમઝોન ચાલુ નહીં કરી શકાય'. તમને જણાણી દઇએ કે, એડવોકેટ એસોસિએશન તરફથી બ્રિજેશ ત્રિવેદીની કોર્ટમા રજૂઆત કરી હતી. ઘટના બાદ ઘટનાસ્થળ પર JCB મૂકવામાં આવ્યા છે. તમામ સબુતો અને પુરાવાને નષ્ટ કરવાની કામગીરી થઇ રહી છે. તંત્રને આટલી શું ઉતાવળ છે?
આગામી 06/06/2024એ વધુ સુનાવણી હાથ ધરાશે
નોંધનીય છે કે, રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ અને કોર્ટે આગમી દિવસોમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જાણકારી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટની સુનાવણી 4.30 કલાક ચાલી હતી. જેમાં 3 જૂને જવાબ રજૂ કરવા આદેશનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું કે, આગામી 06/06/2024એ વધુ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી દરમિયાન હોઇકોર્ટે (High Court) કહ્યું કે, RMC કમિશ્નરે હાઈકોર્ટે આપેલા અગાઉના નિર્દેશોને અવગણ્યા છે. બિનઅધિકૃત ચાલતા ગેમિંગ ઝોન મુદ્દે જવાબદાર અધિકારીઓએ આખ આડા કાન કરી કોર્ટેના નિર્દેશને અવગણ્યો છે. કોર્ટે કહ્યું કે, આવા અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ અને મંજૂરી વગરના રાજ્યભરના ગેમિંગઝોન બંધ થવા જોઈએ.
3 વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ વિના ગેમ ઝોન ચાલી રહ્યું હતું
રાજકોટમાં 11 ગેમિંગ ઝોનમાંથી 3 પાસે જ BU છે અને અન્ય 4 પાસે ફાયર NOC છે અને અન્ય ઓપન એર હોવાથી BU પરમિશનની જરૂર નથી. નોંધનીય છે કે, RMC, પોલીસ અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું. નોંધનીય છે કે, ગેમ ઝોન 2021માં બન્યું અને 3 વર્ષ બાદ મંજૂરી માંગવામાં આવી? કોર્ટે કહ્યું કે, ‘ફાયર NOC સહિતની બાબતો નહોતી અને મંજૂરીઓ વિના કોર્પોરેશનની નાક નીચે ગેમ ઝોન ચાલી રહ્યું હતું. 3 વર્ષ સુધી જરૂરી મંજૂરીઓ વિના ગેમ ઝોન ચાલી રહ્યું હતું.’ વધુમાં કહ્યું કે, આવા ગેમ ઝોન લોકલ પોલીસ સ્ટેશનની મંજૂરી વિના કેવી રીતે ચાલી શકે?’
રાજકોટ કમિશનરને સોગંદનામુ કરવા પણ આદેશ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, AMC, VMC, SMC એ પણ રાજકોટની ઘટના બાદ નિયમો માટે તપાસ શરૂ કરી છે. રાજકોટ મનપા કમિશનર અને જવાબદાર અધિકારીઓને વર્ષ 2021 બાદથી અત્યાર સુધીમાં શું પગલાંઓ લીધા તેનો જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ કમિશનરને સોગંદનામુ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા ચીફ ફાયર ઓફિસરને પણ સોગંદનામુ રજૂ કરવા, ફાયર સેફ્ટી એક્સઝિટ, સાધનો, ટેક્સ સહીતની વિગતો રજૂ કરવા અને ફાયર સેફ્ટી અને ગેમ ઝોન મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ અને ફયૂચર પ્લાનિંગ માટે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. આ સાથે સાથે રાજકોટ પોલીસ કમિશનરને પણ ખુલાસો કરવા અને મનપા કમિશનરોને પોતાના ક્ષેત્રમાં આવતા ગેમ ઝોનનું લીસ્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે.