Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ મચ્છરજન્ય - પાણીજન્ય રોગચાળાના ભરડામાં, Conjunctivitis રોગનું પ્રમાણ પણ ખૂબ વધ્યું, શું રાખશો કાળજી જાણી લો ફટાફટ

અહેવાલ - સંજય જોષી વરસાદની સિઝનમાં ગત વર્ષ કરતાં 30 ટકા જેટલો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પદાધિકારી ડોક્ટર સાહિલ શાહે જણાવ્યું છે કે, ચોમાસામાં પાણીજન્ય...
અમદાવાદ મચ્છરજન્ય   પાણીજન્ય રોગચાળાના ભરડામાં  conjunctivitis રોગનું પ્રમાણ પણ ખૂબ વધ્યું  શું રાખશો કાળજી જાણી લો ફટાફટ
Advertisement

અહેવાલ - સંજય જોષી

વરસાદની સિઝનમાં ગત વર્ષ કરતાં 30 ટકા જેટલો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પદાધિકારી ડોક્ટર સાહિલ શાહે જણાવ્યું છે કે, ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં મોટો વધારો સામે આવ્યો છે. આ પ્રકારના રોગોમાં 25 થી 30 ટકા જેટલો વધારો થયો છે. ઝાડા ઉલટીના 700 થી 800, મલેરીયા ડેગ્યુ ચિકનગુનિયા રોજની 100 કેસની ઓપીડી અને ઝેરી કમળાના 150 ની આસપાસ દૈનિક કેસ જોવા મળી રહ્યા છે.

Advertisement

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા અપાઈ ગાઇડલાઇન્સ.

Advertisement

પાણીજન્ય મચ્છરજન્ય રોગના ભરડાથી બચવા લોકોને ama દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે તેમાં મહત્વના સૂચનો આ મુજબ છે.

  • ઘરમાં કે ઓફિસમાં કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ભરાવા દેવું નહીં. કુંડા, કુલર કે જુના ટાયર હોય આ બધી જગ્યાએ પાણી ભરાતા હોય તો ત્યાં મચ્છર નો જન્મ થતો હોય છે અને મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુડીયા જેવા રોગો થાય છે. આવા ગંદા પાણીનો સત્વરે નિકાલ કરવા જણાવવામા આવ્યું છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી બને છે તેથી શરીરને શક્તિ મળે અને પાણીનું પૂરતું પ્રમાણ જળવાઈ રહે તેમ મુજબ હેલ્ધી ખોરાક લેવા પણ અપીલ કરવામાં આવી છે.
  • જ્યુસ, વિવિધ પ્રવાહી તથા આરોગ્યપ્રદ વસ્તુઓ લેવી સાથે સાથે નાના બાળકો અને વૃદ્ધ લોકોએ વિશેષ પૌષ્ટિક આહાર લેવો. જેટલી રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તેટલી જ તમે આ બીમારીઓથી બચી શકશો.
  • શરીરમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જણાઈ આવે તો ડોક્ટરને બતાવવા સૂચન આપવામાં આવ્યા છે જેમ કે ચિકનગુનિયામાં સાંધા જકડાઈ જવા શરીરમાં દુખાવો થવો ડેન્ગ્યુમાં માથું દુખવું જેવા અલગ અલગ લક્ષણો જોવા મળતા હોય છે.
  • મચ્છરોથી બચવા પૂરી બાયના કપડા પહેરવા અને ઘરમાં કે ઓફિસમાં ગંદગી ન થાય તેની તકેદારી રાખવી પાણી ન ભરાઈ રહે તે પણ જરૂરી છે.
  • જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને તરત જ આવી બીમારીઓ થતી હોય છે.
  • હાલમાં કનજેકટીવાઈટીસ આંખોનો રોગ પણ વધ્યો છે તેથી કોઈને પણ આ રોગ થયો હોય તબીબ ને બતાવી યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે.
  • કનજેકટીવાઈટીસમાં આખો દુઃખવી, આંખોમાંથી પાણી પડવું, આંખોમાંથી ચીકણો પદાર્થ નીકળવો, આખો લાલ થવી તેવા આ રોગના લક્ષણો છે. આવા કોઈ પણ લક્ષણો દેખાય તો આંખના ડોક્ટરને બતાવવું જોઈએ. તેમજ કાળા ચશ્મા પહેરવા જોઈએ.

આ પણ વાંચો - આંખનો રોગ વાઈરલ Conjunctivitis માં એકાએક આવ્યો ઉછાળો, સરકારે કહ્યું ગભરાવાની જરૂર નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×