Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Medical Association દ્વારા ઉતરાયણ નિમિત્તે સલામતી માટેની Guidelines જાહેર કરાઈ

Guidelines : ઉતરાયણના દિવસોમાં ગળું કપાઈ જવું અને શરીરના અન્ય ભાગોએ દોરી વાગવી, અકસ્માતોના જોખમ વધી જવા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. પરિણામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) ની અમદાવાદ શાખા દ્વારા મહત્વની ગાઇડલાઇન્સ (Guidelines) જાહેર કરવામાં આવી છે....
ahmedabad medical association દ્વારા ઉતરાયણ નિમિત્તે સલામતી માટેની guidelines જાહેર કરાઈ
Advertisement

Guidelines : ઉતરાયણના દિવસોમાં ગળું કપાઈ જવું અને શરીરના અન્ય ભાગોએ દોરી વાગવી, અકસ્માતોના જોખમ વધી જવા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. પરિણામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) ની અમદાવાદ શાખા દ્વારા મહત્વની ગાઇડલાઇન્સ (Guidelines) જાહેર કરવામાં આવી છે. લોકો દ્વારા આ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો તેઓ ઉત્તરાયણ ના તહેવારમાં વિવિધ જોખમથી બચી શકશે.

Advertisement

અમદાવાદ મેડિકલ એસોસિએશન (Ahmedabad Medical Association) દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઇન્સના મુદ્દા...
  • ઈજાના જોખમોને ઘટાડવા માટે કુદરતી રેસામાંથી બનેલા પતંગની દોરીઓનો ઉપયોગ કરવો
  • મેટલ-કોટેડ, ગ્લાસ-કોટેડ અથવા નાયલોનની તારનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે ગંભીર કટ અને ઇજાઓનું કારણ બની શકે છે
  • પતંગ સુરક્ષિત રીતે ઉડાડવા માટે ભીડવાળા વિસ્તારો, પાવર લાઈન અને વ્યસ્ત શેરીઓથી દૂર ખુલ્લી જગ્યાઓ પસંદ કરવી
  • વિધુત અકસ્માતોના જોખમને ટાળવા માટે વિદ્યુત સ્થાપનોથી સુરક્ષિત અંતર રાખવો
  • બાળકો સલામતી દિશાનિર્દેશોનું પાલન કરે છે તેની ખાતરી માટે તેઓ પતંગ ઉડાડે ત્યારે નજીકથી દેખરેખ રાખો
  • પતંગ પકડવા માટે રસ્તા પર દોડશો નહીં
  • 2 વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો, દોરીનું ધ્યાન રાખો, ગરદનને ઇજા ન થાય તે માટે 2 વ્હીલર પર સળિયા લગાવો
  • ત્વચાને કાપ અને ઘર્ષણથી બચાવવા માટે લાંબી બાંયના શર્ટ અને પેન્ટ પહેરો
  • યોગ્ય સનગ્લાસ પહેરો સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો
  • તમારી પાસે હંમેશા પ્રાથમિક સારવાર કીટ રાખો
  • વધુ પાણી પીવો
  • તુક્કલ ઉડાડવા નું ટાળો; કારણ કે તેનાથી આગ લાગી શકે છે
  • COVID ની સરકારી માર્ગદર્શિકાને અનુસરો
  • દોરીથી ગરદન કપાઈ જવાના કિસ્સામાં તાત્કાલિક 108 પર ફોન કરવો

કે એસ દેઢીયા મુક બધિર શાળા સોલાના મુક બધીર વિદ્યાર્થીઓ દ્વારા મૂંગા પક્ષીઓની વેદના ને વાચા આપવા માટે વેસ્ટ માંથી બેસ્ટ પક્ષી બચાવો અભિયાન કરવામાં આવ્યું.

Advertisement

આ અભિયાન અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ સોલા હાઇકોર્ટ રોડ ઉપર ઉભા રહી પક્ષી બચાવો ના સૂચક બેનરો સાથે લોકોને અપીલ કરતાં નજરે પડ્યા. તેમણે વિશાલ પક્ષી ની કૃતિ બનાવી લોકોને જીવ દયા નો મેસેજ આપ્યો. તેમનું કહેવું છે કે જેમ આપણે પતંગની દોરીથી બચવા વાહન ઉપર સળીયો લગાવીને આપણું રક્ષણ કરીએ છીએ તેમ આપણે પક્ષીઓના રક્ષણનું પણ વિચારવું જોઈએ. આ પક્ષીની કૃતિ શાળાના બાળકોએ વેસ્ટ માંથી બેસ્ટ એટલે કે કાપેલા ઝાડની ડાળીઓને બાંધી તેના ઉપર વેસ્ટ પ્લાસ્ટિક લપેટી અને કલર કામ કરી તેમની આવડત અને ક્ષમતા પ્રમાણે ખૂબ જ સુંદર પક્ષીની ઓળખ આપતું એક શિલ્પ કૃતિ બનાવી અને લોકોને પક્ષી બચાવો નો સંદેશ પહોંચાડવાનો એક સાર્થક પ્રયાસ હાથ ધર્યો. છેલ્લા 35 વર્ષથી સોલામાં મુક બધિર બાળકોને શિક્ષણ અને તાલીમ આપતી આ સંસ્થા કાર્યરત છે ત્યારે સંસ્થાના બાળકો દ્વારા ઉતરાયણ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન થકી પક્ષી બચાવ માટે ઉત્તમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Fake Police : અરે બાપ રે… હવેે નકલી પોલીસ કર્મચારી પણ પકડાયો

આ પણ વાંચો - Vadodra Accident News: વડોદરામાં શરૂ કરવામાં આવેલી નવીનતમ બ્રિજ થયો અકસ્માત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×