Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ઈસ્કોન બ્રીજ દુર્ઘટના બાદ AMC શહેરના બ્રીજ પર લગાવશે CCTV

અમદાવાદના ઈસ્કોન બ્રીજ દુર્ઘટનામાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની ધોલાઈ કરી હતી જે બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો....
ahmedabad   ઈસ્કોન બ્રીજ દુર્ઘટના બાદ amc શહેરના બ્રીજ પર લગાવશે cctv
Advertisement

અમદાવાદના ઈસ્કોન બ્રીજ દુર્ઘટનામાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની ધોલાઈ કરી હતી જે બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. અહીં તેની સારવાર પૂર્ણ થયાં બાદ પોલીસે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

AMC નો મોટો નિર્ણય

બીજી તરફ આ ઘટનાને લઈને અમદાવાદા મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. ઈસ્કોન બ્રીજ પરની આ દુર્ઘટના બાદ શહેરના બ્રીજો પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે. એસ.જી. હાઈવે સિવાયના બ્રીજ પર અમદાવાદા મહાનગરપાલિકા CCTV લગાવશે. NHAI દ્વારા એસ.જી. હાઈવે AMC ને સોંપવામાં આવ્યા બાદ SG Highway પર પણ CCTV લગાવવામાં આવશે તેમજ બ્રીજ પરની સ્ટ્રીટ લાઈટ શરૂ કરવામાં આવશે.

Advertisement

Ahmedabad Latest News

તથ્ય પટેલ સામે કાર્યવાહી શરૂ

SG હાઈવે પર આવેલા ઈસ્કોન ફ્લાયઓવર પર રોડ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો બીજી તરફ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ISKCON BRIDGE ACCIDENT: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે CM BHUPENDRA PATEL બોલાવી તત્કાલીન બેઠક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×