Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મનો કર્યો પ્રયાસ ,નરાધમ પિતાની ધરપકડ

અહેવાલ -પ્રદિપ કચીયા ,અમદાવાદ અમદાવાદમાં પિતા અને પુત્રીના સબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે...
ahmedabad  પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મનો કર્યો પ્રયાસ  નરાધમ પિતાની ધરપકડ
Advertisement

અહેવાલ -પ્રદિપ કચીયા ,અમદાવાદ

અમદાવાદમાં પિતા અને પુત્રીના સબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સગીરાની માતાએ જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે.

Advertisement

વટવા વિસ્તાર  દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો

અમદાવાદનાં વટવા વિસ્તારમાં રહેતી એક મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા ઘરમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. મહિલાનો પતિ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 12મી જુલાઈ બુધવારનાં દિવસે મહિલા પોતાના એક બાળકને તબીયર સારી ન હોવાથી તબીબને બતાવવા માટે લઈ ગઈ હતી. અને ઘરમાં તે સમયે તેઓની 10 વર્ષની સગીર દિકરી તેમજ પતિ હાજર હતો. થોડા સમય પછી મહિલાને એક સંબંધીએ ફોન કરીને જાણ કરી હતી કે મહિલાની દિકરી રડતા રડતા તેઓની પાસે આવી છે અને તેના પિતાએ તેની સાથે અજુગતુ કર્યું છે.

Advertisement

મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ

આ અંગે જાણ થતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તરત જ તેઓ દવાખાનેથી સંબંધીના ઘરે પહોંચ્યા હતા. આ અંગે દિકરીને પૂછતા તેણે રડતા રડતા માતાને જણાવ્યું હતું કે માતા દવાખાને ગઈ ત્યારે બપોરના સમયે સગીરા ઘરમાં રસોડામાં કામ કરી રહી હતી, જે દરમિયાન અચાનક જ તેનો પિતા ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરાની શરીરે અડપલાં કરવાનાં શરૂ કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરતા નરાધમ પિતાએ તેને લાફો માર્યો હતો અને જેના કારણે તે નીચે પડી ગઈ હતી, જોકે સગીરાએ હિંમત ન હારી અને તે દોડીને નજીકમાં જ રહેતા સંબંધીને ત્યાં ગઈ હતી અને આ અંગે તેઓને જાણ કરી હતી.

પોલીસે નરાધમ કરી  ધરપકડ 

જે બાદ સગીરાની માતાએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાના પતિની કરતુત અંગેની ફરિયાદ કરી હતી, જેથી વટવા પોલીસે ફરિયાદીના ઘરે જઈને નરાધમ પિતાને પકડી પોલીસ મથકે લાવી તપાસ શરૂ કરી હતી. આ અંગે મહિલાએ પતિ સામે દિકરી સાથે અડપલાં તેમજ મારમારીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને મેડીકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે.આ અંગે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ ગઢવીએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલના મેસેજના આધારે તપાસ કરી આ આરોપી સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે. ઝડપાયેલા આરોપી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની સામે કડર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો-પરિણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, 2 મહિનાનો હતો ગર્ભ

Tags :
Advertisement

.

×