Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું કે પૈસા? નિકોલમાં આવેલ દેવી ઢોસાના સંભારમાં નીકળ્યો ઉંદર

Ahmedabad: લોકો માટે હવે બહારનું ખાવું ખુબ જ ચિંતા જનક થઈ ગયું છે. ખાસ કરીને અત્યારે બહારના જમવામાં જીવતો નીકળી રહીં છે. એવું લાગે છે કે, જે તે ભોજનાલય, દુકાનો કે કંપનીના માલિકો વધારે પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ...
ahmedabad  લોકોનું સ્વાસ્થ્ય મહત્વનું કે પૈસા  નિકોલમાં આવેલ દેવી ઢોસાના સંભારમાં નીકળ્યો ઉંદર

Ahmedabad: લોકો માટે હવે બહારનું ખાવું ખુબ જ ચિંતા જનક થઈ ગયું છે. ખાસ કરીને અત્યારે બહારના જમવામાં જીવતો નીકળી રહીં છે. એવું લાગે છે કે, જે તે ભોજનાલય, દુકાનો કે કંપનીના માલિકો વધારે પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહ્યા છે. અત્યારે અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા ચેતવાની જરૂર છે. અમદાવાદના નિકોલમાં આવેલ દેવી ઢોસામાં લોકોને કડવો અનુભવ થયો છે. વિગેત વાત કરવામાં આવે તો અહીં દેવી ઢોસા (DEVI DOSA)માં સંભારમાં ઉંદર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે.

Advertisement

નિકોલમાં આવેલ દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ

તમને જણાવી દઉ કે, અમદાવાદ (Ahmedabad)ના નિકોલમાં આવેલ દેવી ઢોસા (DEVI DOSA)માં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. અહીં એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે પરિવાર સાથે રાત્રે જમવા ગયા હતા. જમતા જમતા જ્યારે સંભારમાં ઉંદર જોવા મળ્યો હતો. શું આ માલિકો માચે લોકોના સ્વાસ્થ્ય કરતા પૈસા વધારો કિંમતી છે? આખરે શાં માટે આવી બેદરકારી રાખવામાં આવે છે? સ્વાભાવિક છે કે, લોકોનું સ્વાસ્થ્ય સૌથી પહેલા મહત્વનું હોવું જોઈએ પરંતુ દેવી ઢોસામાં કંઈક અલગ જ જોવા મળ્યું છે. કારણ કે, અહીં સંભારમાંથી ઉંદર નીકળ્યો છે. જેથી આમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આરોગ્ય વિભાગે કરવી જોઇએ કડક કાર્યવાહી

નોંધનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અનેક જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવી જોઇએ અને તેમનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ. કારણ કે, આમના માટે લોકોના સ્વાસ્થ્ય કરતા પૈસા વધારે કિંમતી હોય છે.

Advertisement

લોકોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા!

આ પહેલાની વાત કરવામાં આવે તો, Balaji વેફર્સની વેફર ખરીદવી એક ગ્રાહકને મોંઘી પડી હતી. કારણ કે, ગ્રાહકે એક વેફરનું પેકેટ ખરીદ્યું હતું પરંતુ પેકેટમાં વેફરના બદલે મરેલો દેડકો(Fried frog from Balaji Wafers) નિકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો, વડોદરાના સ્ટેશન રોડ પર આવેલી જુની અને જાણીતી શ્રી જગદીશ સ્વીટ એન્ડ નાસ્તા હાઉસની ભાખરવડી અખાદ્ય મળી આવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. અહીં ભાખરવડી ફુગ વાળી હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Diu Beach: 36 કલાક બાદ મળી આવ્યો દીપ કુમારનો મૃતદેહ, પરિવારમાં ભારે શોકનો માહોલ

આ પણ વાંચો: Rajkot: ગુનેગારોને રાજકોટ પોલીસનો ડર નથી! શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો

આ પણ વાંચો: Surat: શહેરના 41 PI ની આંતરિક બદલી, રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય

Tags :
Advertisement

.