Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Rain : અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં અનેક જગ્યાએ શિમલા જેવો માહોલ...

આખા ગુજરાતની સાથે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. એકાએક અંધારપટ છવાયો છે. અમદાવાદમાં આકાશમાં ચારેતરફ કાળાડિંબાગ વાદળોએ જમાવટ કરી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદનું આગમન થયું છે. હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદના મણિનગર, એસજી...
ahmedabad rain   અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ  રાજ્યમાં અનેક જગ્યાએ શિમલા જેવો માહોલ
Advertisement

આખા ગુજરાતની સાથે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. એકાએક અંધારપટ છવાયો છે. અમદાવાદમાં આકાશમાં ચારેતરફ કાળાડિંબાગ વાદળોએ જમાવટ કરી છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદનું આગમન થયું છે. હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદના મણિનગર, એસજી હાઈવે, થલતેજ, પકવાન ચાર રસ્તા, જુહાપુરા, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આજે જાણે સૂર્યદાદા રજા પર હોય તેમ વાદળોએ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ પર કબજો જમાવી લીધો હતો.

Advertisement

Advertisement

તાલાલા અને વેરાવળમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે ધારણા મુજબ ઘણા વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકામાં સવારના 2 કલાકમાં વરસાદ પડ્યો છે. તાલાલા અને વેરાવળમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે તો જૂનાગઢના વંથલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની સ્થિતી

બદલાયેલા હવામાનના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની સ્થિતી સર્જાઇ છે. જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

કયા કયા જિલ્લામાં એલર્ટ

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે.

આ પણ વાંચો : RAIN: રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં માવઠું, આકાશમાં કાળા ડિંબાંગ વાદળો..

Tags :
Advertisement

.

×