AHMEDABAD : વેપારીના ઘરને તસ્કરોએ બનાવ્યું નિશાન, કરી 15.14 લાખના મુદ્દામાલની ચોરી
AHMEDABAD : અમદાવાદમાં ( AHMEDABAD ) હવે તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધતો જાય છે. રોજબરોજ હવે ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે તસ્કરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હવે AHMEDABAD ના નિકોલમાંથી સામે આવી રહ્યો છે. નિકોલમાં તસ્કરોએ ઘરમાંથી તસ્કરોએ 15.14 લાખના મુદ્દામાલનો ઉડાવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..
વેપારી પરિવાર સાથે સિધ્ધપુર ગયો તો ઘરમાં તસ્કરોએ કરી ચોરી
સમગ્ર ઘટના એમ છે કે, નિકોલમાં વેપારી પરિવાર સાથે સિધ્ધપુરમાં રહેતી બહેનની ખબર અંતર પૂછવા ગયા હતા. ત્યારે તસ્કોરોએ ઘરનું ઇન્ટરલોક તોડીને ઘરમાં ઘૂસીને રોકડ, લોકર સહિત કુલ રૂ. 15.14 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ અજાણ્યા ચોર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.
તસ્કરોએ રૂ. 2.50 લાખ સહિત કુલ રૂ. 15.14 લાખના મુદ્દામાલની ચોરી કરી
નિકોલમાં રહેતા 52 વર્ષીય ઘનશ્યામભાઈ પટેલ ઘરેથી જ વેસ્ટેટ વુડનનો ધંધો કરે છે. ગત 31મેએ સાંજના સમયે તેઓ પરિવાર સાથે સિદ્ધપુરમાં રહેતી તેમની બહેનની ખબર-અંતર પૂછવા માટે ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીએ ફોન કરીને જણાવ્યુ કે, તમે આગળનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા લાગો છે જેથી ઘનશ્યામભાઈને શંકા જતા પાડોશીને ઘરમાં તપાસ કરવાનું જણાવ્યું હતું. જેથી પાડોશીએ ઘરમાં તપાસ કરતા ઘરનું ઇન્ટરલોક તૂટેલ હતુ અને ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી ઘનશ્યામભાઇ તાત્કાલિક ઘરે આવ્યા હતા. અને વધુ તપાસ કરતા સોના-ચાંદીના દાગીના, લોકરમાં રહેલા રોકડ રૂ. 2.50 લાખ સહિત કુલ રૂ. 15.14 લાખના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ અંગે ઘનશ્યામભાઇએ અજાણ્યા તસ્કરો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અહેવાલ - પ્રદીપ કચિયા
આ પણ વાંચો : હવે રાજ્યમાં CYBER CRIME નો ભોગ બનેલાઓને તેમના નાણાં મળશે પરત, વાંચો અહેવાલ