Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: તપાસે ખોલી તંત્રની પોલ, એક પણ સરકારી કચેરીઓમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા

Amreli: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે તંત્ર સક્રિય થઈને સઘન તપાસ કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીમાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તમને જણાવી દઇએ કે, રાજકોટમાં અગ્નિકાંડ બાદ અમરેલી...
amreli  તપાસે ખોલી તંત્રની પોલ  એક પણ સરકારી કચેરીઓમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા
Advertisement

Amreli: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં અનેક જગ્યાએ અત્યારે તંત્ર સક્રિય થઈને સઘન તપાસ કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલીમાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તમને જણાવી દઇએ કે, રાજકોટમાં અગ્નિકાંડ બાદ અમરેલી (Amreli) વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ, સિનેમા અને રિસોર્ટ સિલ કરવાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમરેલીની એકપણ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી. તો શું અમેરલીમાં હજી કોઈ અગ્રિકાંડની રાહ જોવાઈ રહીં છે?

શું હજી રાજકોટ જેવી કોઈ બીજી દુર્ઘટના બનશે?

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સેવા સદન, જિલ્લા પંચાયત, નગરપાલિકા, બહુમાળી ભવનમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા નથી. એટલું જ નહીં પરંતુ જિલ્લા ઉઘોગ કેન્દ્ર, જિલ્લા આયોજન કચેરીઓમાં પણ ફાયર સેફ્ટી નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, અહીં ફાયર સેફ્ટીની સુવિધા કેમ નથી? તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? રાજ્યમાં આગની અનેક ઘટનાઓ બની છે, છતાં પણ તંત્રની આંખો કેમ નથી ખુલતી? શું હજી રાજકોટ જેવી કોઈ બીજી વારદાત બનશે? અને આવી વારદાત બનશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે?

Advertisement

વહીવટી તંત્રની તપાસમાં ચોંકાવનારી કહીકતો આવી સામે

નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં સઘન તપાસ થઈ રહીં છે. તંત્ર દ્વારા કરવામાં આવતી આ તપાસમાં અત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી રહીં છે. અમદાવાદમાં પણ અનેક સરકારી કચેલીઓમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા રાખવામાં આવી નહોતી. તો અહે અમરેલીમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. નોંધનીય છે કે, આવી બેદરકારી જ નિર્દોષ લોકોનો જીવ લઈને જાય છે. પછી તપાસના નામે માત્ર નાટકો કરવામાં આવે છે. આખરે કેમ સરકારી બાબુઓને લોકોના જીવનું મહત્વ નથી સમજાતું? અને સમજાશે તો પછી ક્યારે સમજાશે? તે એક સવાલ બનીને રહી ગયો છે.

Advertisement

આ પણ વાંચો: Education Department દ્વારા કરાયો આદેશ, સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર

આ પણ વાંચો: Sabarkantha: ઇડરમાં ACBની સફળ ટ્રેપ, બે હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, ફાયર બ્રિગેડે સત્વરે આગ પર મેળવ્યો કાબુ

Tags :
Advertisement

.

×